AUS vs SL: શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય
- ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની આજે વર્લ્ડ કપ 2023માં લખનૌમાં એકબીજા સામે ટકરાશે. આજની મેચમાં બંને ટીમો માટે જીત મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
AUS vs SL: આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વર્લ્ડ કપ 2023માં સ્પર્ધા કરી રહ્યાં છે. લખનૌમાં બપોરે 2 વાગ્યે શરૂ થનારી આ મેચમાં બંને ટીમો માટે જીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે બંને ટીમો વચ્ચે ટોસ ઉલાડી દેવામાં આવ્યો છે. જેમાં શ્રીલંકાએ ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચના ખેલાડીઓ:
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: મિશેલ માર્શ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન: પથુમ નિસાન્કા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર/કેપ્ટન), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલ્લાલાગે, મહિષ થીક્ષાના, લાહિરુ મદશાન કુમાર અને ડી.
બંને ટીમોએ વર્લ્ડ કપ 2023ની બે-બે રમી છે:
આ વર્લ્ડ કપમાં બંને ટીમો બે-બે મેચ રમી ચૂકી છે પરંતુ હજુ સુધી એક પણ ટીમે જીત મેળવી નથી. આવી સ્થિતિમાં, આજની મેચમાં જીત બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજની મેચ જે પણ ટીમ હારશે તે સેમીફાઈનલની રેસમાં વધુ પાછળ ઠેલાશે.
ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા સામે હારી ગયું હતું, જ્યારે બીજી મેચમાં પણ તેને દક્ષિણ આફ્રિકાએ હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા આ બંને મેચ હારી ગયું હતું. ત્યારે શ્રીલંકાની વાત કરીએ તો તેને પણ બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા અને બીજી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને હરાવ્યું હતું.
આજની મેચમાં કઈ ટીમ ભારે?
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા 11 વખત સામ-સામે મેચ રમી ચુક્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા 8 વખત જીત્યું છે અને શ્રીલંકાએ બે મેચ જીતી છે અને એક મેચ અનિર્ણિત રહી છે. તો આમ જોવા જઈએ તો આજની મેચમાં ઓસ્ટ્રેલીયા ટીમનું પલ્લું ભારે છે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ક્રિકેટ છોડીને ન્યૂઝ એન્કર બની ગયો !