એજ્યુકેશનટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે નવી ઓળખ, જાણો શું છે એ?

  • શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ
  • વિદ્યાર્થીઓ માટે APAAR ID બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું
  • તમામ શાળાના વિદ્યાર્થીઓ માટે સરકારની નવી શિક્ષણ યોજના ‘વન નેશન, વન ID’

દેશની તમામ શાળાના વિદ્યાર્થીઓ માટે સરકારની નવી શિક્ષણ યોજના ‘વન નેશન, વન ID’ હેઠળ શિક્ષણ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિદ્યાર્થીઓ માટે APAAR ID બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ, સરકાર ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR) દ્વારા ‘વન નેશન, વન સ્ટુડન્ટ ID’ બનાવશે.

વન નેશન, વન ID કાર્ડ હેઠળ, ભારતની તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ ટૂંક સમયમાં જ પોતાનો વિશિષ્ટ ઓળખ નંબર ધરાવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગ રૂપે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘વન નેશન, વન સ્ટુડન્ટ ID’ બનાવવાની યોજના બનાવી છે.

 

ભારત સરકાર સમગ્ર ભારતમાં તમામ વિદ્યાર્થીઓ માટે વન નેશન વન ID કરશે રજૂ 

  • નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ સરકારે ‘APAAR કાર્ડ’ને લઈ તમામ શાળાઓને નોટિસ જારી કરી :
  1. તેને આજીવન ID નંબર તરીકે ગણવામાં આવશે અને તે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી અને સિદ્ધિઓને ટ્રૅક કરશે.
  2. તે પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીના દરેક વિદ્યાર્થી માટે માન્ય રહેશે.
  3. તે દરેક વિદ્યાર્થી પાસે તેમના વર્તમાન આધારકાર્ડ નંબર ઉપરાંત 12-અંકના APAAR ID રહેશે.
  4. ભારતની શાળાની તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ ટૂંક સમયમાં જ પોતાનો વિશેષ ઓળખ નંબર ધરાવશે.
  5. APAAR એટલે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટ્રી.

રાજ્ય સરકારે તમામ શાળાઓને વાલીઓની સંમતિ લેવા જણાવ્યું

રાજ્ય સરકારે તમામ શાળાઓને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી નવી ‘વન નેશન, વન સ્ટુડન્ટ આઈડી’ યોજના હેઠળ વિદ્યાર્થીઓ માટે નવું ઓળખ પત્ર APAAR બનાવવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ લેવા જણાવ્યું છે. જેને લઈને AICTEના ચેરમેન ટી.જી.સીતારમને જણાવ્યું હતું કે,  “APAAR અને નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક એ ભારતભરના વિદ્યાર્થીઓ માટે QR કોડ હશે. તેઓ જે કૌશલ્ય મેળવે છે તેની અહીં નોંધ રહેશે.”

TOIના અહેવાલ મુજબ, રાજ્યના શાળા શિક્ષણ વિભાગે શૈક્ષણિક સંસ્થાઓને APAAR ID બનાવવાના મહત્વ અંગે ચર્ચા કરવા માટે 16 અને 18 ઓક્ટોબરની વચ્ચે વાલીઓ અને શિક્ષકોની બેઠકનું આયોજન કરવા જણાવ્યું છે. સરકારે શિક્ષકોને યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE) ડેટામાં વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ, ઊંચાઈ અને વજન અપડેટ કરવા પણ કહ્યું છે. આધાર ID પર કેપ્ચર થયેલા ડેટા APAAR ID નો આધાર હશે. શાળાના વડાઓએ જણાવ્યું હતું કે, “તેઓ પહેલેથી જ પોર્ટલ પર વિદ્યાર્થીઓની આધાર વિગતો અપડેટ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.”

આ પણ જાણો :શિક્ષા એક સંકલ્પને સાર્થક બનાવીએઃ કુબેર ડીંડોર

Back to top button