ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

અમદાવાદ: રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવરાત્રિનો પ્રારંભ

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં મહોત્સવનો થયો શુભારંભ
  • પ્રવાસન-સાંસ્કૃતિક પ્રવૃત્તઓના વિભાગ દ્વારા નવદિવસિય મહોત્સવનું આયોજન

અમદાવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે નવરાત્રિ મહોત્સવનો રવિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગરબાને ગ્લોબલ ઓળખ આપવા અને ગરબા સંસ્કૃતિ સાથે પ્રવાસન પ્રવૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરવા ૨૦૧૧થી આ નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી છે. જેથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તઓના વિભાગ દ્વારા આ નવદિવસિય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શુભારંભના આ અવસરે અમદાવાદના પ્રભારી અને  રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

CM NAVRATRI 1-HDNEWS

નવરાત્રિ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન 

ઉદ્દઘાટન સમારંભમાં ‘શક્તિરૂપેણ સંસ્થિતા’ની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ મહોત્સવના મુખ્ય આકર્ષણ અંતર્ગત એન્સિલરી સ્ટેજ પર રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા તારીખ 16થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 6 કલાકથી શરૂ થશે. આ ઉપરાંત તારીખ 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 9 કલાકથી રાત્રિના 12 કલાક દરમિયાન પરંપરાગત શેરી ગરબાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગરબા ગાયકોના સુમધુર આવાજ અને સંગીતના સાધનોના લયબદ્ધ તાલ પર હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમશે. એટલું જ નહિ, 16 થી 23 ઓક્ટોબર દરરોજ રાત્રે 11:45 કલાકે મહાઆરતીનું પણ સુંદર આયોજન કરાયું છે. તેમજ આ મહોત્સવમાં થીમ પેવેલિયન, ક્રાફ્ટ બઝાર, ફૂડ સ્ટોલ્સ, આનંદ નગરી, બાલ નગરી, સાબરમતી આશ્રમ જેવાં થીમ આધારિત ગેટ, અટલ બ્રિજ, દાંડિયા દ્વાર, ‘દીયા’ અને ‘કળશ’ સહિતનાં મુખ્ય આકર્ષણો રાખવામાં આવ્યા છે.

CM NAVRATRI-HDNEWS

CM NAVRATRI -HDNEWS

CM NAVRATRI-HDNEWS

ભારતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઉજાગર કરતા વિવિધ સ્થળો અને ઘટનાઓ જેવી કે ચાર વેદ, રામ મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, ચંદ્રયાન, તેજસ (પ્લેન), રમત-ગમત ક્ષેત્રે પ્રસિધ્ધ ખેલાડીઓના જીવનની ઝલક, માઁ આધ્યશક્તિનાં નવ સ્વરૂપો, સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, થિમેટીક ટનલ સહિતની થીમ આધારિત વિવિધ સ્થળોની ઝાંખીનું પણ આયોજન હાથ ધરાયું છે. ગુજરાતની હસ્તકળા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સ્ટોલ્સ લગાવવામાં આવશે. જેના માધ્યમથી નાગરિકોને ગુજરાતની અનોખી હસ્તકળા કારીગરીથી રૂબરૂ થવાની તક સાંપડશે તેમજ કારીગરોને પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સારું પ્લેટફોર્મ મળશે.

 

આ પણ વાંચો :ગંગોત્રીધામના દર્શન બંધ થવાની તારીખ થઈ જાહેર

Back to top button