ગુજરાતટ્રેન્ડિંગ

શિક્ષા એક સંકલ્પને સાર્થક બનાવીએઃ કુબેર ડીંડોર

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું હતુ કે, ‘શિક્ષણમાં દેશનું ભાગ્ય બદલવાની તાકાત છે’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ- 2020 અંતર્ગત સંદેશ પાઠવવામાં આવ્યો છે કે, શિક્ષણ જ દેશનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે. દેશ જે ધ્યેય સાથે આગળ વધી રહ્યો છે. તેમાં શિક્ષણની મહત્વની ભૂમિકા છે. તમે તેના પ્રતિનિધિ છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કાશીના રૂદ્રાક્ષથી આધુનિક ભારતના આ મંડપ સુધીની અખિલ ભારતીય શિક્ષા સમાગમની યાત્રા પોતાનામાં એક સંદેશ ધરાવે છે. તે પ્રાચીનતા અને આધુનિકતાનો સંગમ છે. જ્યારે આપણી શિક્ષણ પ્રણાલી ભારતની પરંપરાઓને સાચવી રહી છે, ત્યારે દેશ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ આગળ વધી રહ્યો છે. હકારાત્મક અભિગમ સાથે દેશના વિકાસ માટે શિક્ષણ મહત્વની ભુમિકા અદા કરી શકે.પ્રાચીનતા અને આધુનિકતાના સંગમનો સંદેશ એટલે શિક્ષણમાં શુભ વિચાર. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 દેશમાં દરેક ભાષાને મહત્વ આપે છે. દરેક વિદ્યાર્થી સાથે ન્યાય કરશે અને વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાના આધારે ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચ અભ્યાસ કરી પોતાને ગમતા ક્ષેત્રમાં કરિયર બનાવવાની તકો પુરી પાડશે. આ માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને પાયાના શિક્ષણથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી આર્થિક સહાયતા પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

કુબેર ડીંડોર-humdekhengenews

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી શિક્ષણનીતિ- 2020 અંતર્ગત ધરખમ ફેરફારો હાથ ધર્યા છે. ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શિક્ષણનીતિ- 2020 ના ઝડપી અમલીકરણ માટે દરેક વિદ્યાર્થી પરીક્ષાલક્ષી અધ્યયનને બદલે સંકલ્પનાત્મક સમજ પર ભાર મૂકે, તાર્કિક નિર્ણય શક્તિ દાખવે અને તેનામાં સર્જનાત્મક તથા વિવેચનાત્મક ક્ષમતાનો વિકાસ થાય તેવો શુભ સંકલ્પ કર્યો છે. ગુજરાત સરકારમાં શિક્ષણ ગુણવત્તાસભર બને તે માટે અવિરત મનન-ચિંતન કરી શિક્ષણ ક્ષેત્રમાં હકારાત્મક અભિગમ કેળવી સમયની માંગ અનુસાર ફેરફાર કરી આગળ વધી રહ્યા છે.

કુબેર ડીંડોર-humdekhengenews

વિશ્વ ભારતને નવી સંભાવનાઓની ‘નર્સરી’ તરીકે જોઈ રહ્યું છેઃકુબેર ડીંડોર,શિક્ષણમંત્રી

શિક્ષણમંત્રી કુબેર ડીંડોરના “શિક્ષા એક સંકલ્પ” સિદ્ધિ અભિયાન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓના બધા જ તાલુકાઓની સમગ્ર શાળાઓમાં નવી શિક્ષણનીતિના અનુસંધાને ધરખમ ફેરફારો સાથે આગળ વધી રહ્યા છે. શિક્ષણનીતિ 2020 અનુસંધાને જોઈએ તો શિક્ષણ અને શિક્ષણની યોજનાઓમાં સમયની માંગ પ્રમાણે ફેરફાર થતા હોય છે.શિક્ષણમાં વારંવાર ફેરફારો થવાથી સાચુ પરિણામ મળી શકતું નથી, જે આપણા દેશની શિક્ષણનીતિના બંધારણમાં જોવા મળે છે. છેલ્લે નવી શિક્ષણનીતિ 1986માં આવી. 1992ની સાલમાં થોડા ઘણા સુધારાની સાથે ફરીથી શિક્ષણ તંત્ર ચાલુ રહ્યું. ત્યાર બાદ ઘણા જ લાંબા સમય પછી શિક્ષણના વિવિધ તજજ્ઞો દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020 સમગ્ર દેશ માટે એક નવું સોપાન મળ્યુ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અનોખા પ્રયત્નો દ્વારા નવી શિક્ષણ નીતિ અનુસંધાને ધરખમ ફેરફારો કરીને શિક્ષણ જગતને આધુનિકરણ તરફ લઈ જવા માટે હરણફાળ ભરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓની વય કક્ષા મુજબ શાળામાં પ્રવેશ આપવામાં આવતો હોય છે ત્યારે પ્રથમ પાંચ વર્ષ એટલે કે ત્રણ વર્ષ પૂર્વ પ્રાથમિક ( બાલવાટિકા) અને પહેલુ- બીજુ ધોરણ મળીને પાંચ વર્ષનુ એક યુનિટ વિદ્યાર્થી પસાર કરે છે.

કુબેર ડીંડોર-humdekhengenews

જેમાં આ પાંચ વર્ષમાં વિદ્યાર્થી પાસે શું અપેક્ષા રાખી શકાય? આ પાંચ વર્ષનુ શિક્ષણ કાર્ય કેવું હશે? બાળકને શિક્ષણ કેવી રીતે આપવું? અને શું પરિણામ મેળવી શકાશે તેનું ચોક્કસ આયોજન કરવામાં આવેલ છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે રાજ્યમાં બાલવાટિકા થી ધોરણ ૧ અને ૨ માં વર્ગ શિક્ષણ કાર્ય કરાવતા તમામ શિક્ષકોને તાલીમથી સુસજજ કરવામાં આવ્યા છે. શાળામાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. દૂર દૂરથી આવતા બાળકોના અવરજવર માટે ટ્રાન્સપોર્ટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ગામડાના નાના બાળકોને ઘરથી શાળા સુધી સલામત રીતે પહોંચતા કરવામાં આવે છે. ત્યાર પછી ધોરણ ૩ અને ૪ એવી પેટર્ન પ્રમાણે ધોરણ ત્રીજા, ચોથા અને પાંચમા બીજું યુનિટ વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવ્યું છે  જેમાં તમામ બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે.

કુબેર ડીંડોર-humdekhengenews

ધોરણ છ, સાત અને આઠનું અલગ યુનિટ બનાવી વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને તેમાં જ્ઞાનકુંજ યોજના હેઠળ રાજ્યની ધોરણ 1 થી 8 ધરાવતી તમામ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ વિકસાવીને વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિકરણના વિકાસ સાથે વિદ્યાર્થીઓને ઊંચ ગુણવત્તા વાળું શિક્ષણ વર્ગખંડોમાં અપાઇ રહ્યું છે. સાથે સાથે ધોરણ ૬-૭ અને ૮માં વિષય શિક્ષકોની ભરતી કરી વિષયવાર સ્પેશિયલ શિક્ષણ સમાજમાં ઊંડાણ વિસ્તારના તમામ ગામડાઓની શાળાઓમાં પિરસાઇ રહ્યું છે.

સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે કે જેની અનોખી વિશેષતાઓ સાથે શિક્ષણમાં સંસ્કૃતિ સાથે આગળ વધી રહ્યું છે. નવી શિક્ષણનીતિમાં જણાવાયું છે તે પ્રમાણે દરેક વિદ્યાર્થી પોતાનું શિક્ષણ માતૃભાષામાં જ મેળવે અને આ વિદ્યાર્થીને માતૃભાષામાં જ તેના શિક્ષણને પુરુ પોષણ મળે તેવી જોગવાઈઓ પણ હાથ ધરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સતત પ્રવાસ કરી શિક્ષણની જરૂરિયાતો પૂરી પાડવામા સહયોગી બની રાજયના શિક્ષણ વિભાગને ઉત્તમ ઉદાહરણરૂપ બનાવવા માટે ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.

કુબેર ડીંડોર-humdekhengenews

રાજયમાં શૈક્ષણિક સત્રના આરંભથી જ શાળા પ્રવેશોત્સવના માધ્યમ દ્વારા કોઈપણ વિસ્તારમાં એક પણ બાળક શાળા બહાર ન રહે તેનું ધ્યાન રાખી નામાંકન કરીને શિક્ષણના તમામ વિભાગોમાં ચોક્કસ સ્થાયીકરણ માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જિલ્લાઓ આદિવાસી વિસ્તાર ધરાવતા હોવાથી તેમાં નિરક્ષરતાનું પ્રમાણ વર્ષોથી વધારે જોવા મળી રહ્યું હતું પરંતુ શિક્ષણ મંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે પૂર્વ પ્રાથમિક , પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક ,માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને કોલેજો સુધી સો ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા રહે તે માટે “શિક્ષા એક સંકલ્પ” સિદ્ધિ સંકલ્પ મુજબ સફળતાના પરિણામો તરફ જઈ રહ્યા છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 અનુરૂપ બાળકોની સંભાળ અને શિક્ષણ એ અધ્યયનનો આધારભૂત તબક્કો ગણવામાં આવે છે, ત્યારે બાળકોનો સતત સર્વાંગી વિકાસ થાય તે માટે RTE-2009 નો અમલ થઈ રહેલો જોવા મળે છે. રાજ્યના શિક્ષણ મંત્રી શિક્ષણ વિભાગના તમામ વહીવટી વડાઓ સાથે અવારનવાર સેમિનાર તથા વિચાર ગોષ્ઠિ કરીને શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં આગળ વધી રહ્યા છે. ઊંડાણ વિસ્તારની શાળાઓમાં પૂરતા શિક્ષક, ઓરડા, શૌચાલય, પીવાના પાણીની વ્યવસ્થા, રમત ગમતના સાધનો અને મેદાન, મધ્યાન ભોજન યોજના, કોમ્પ્યુટર લેબ, ફર્નિચર, ટ્રાન્સપોર્ટેશન, ઓનલાઇન ડિજિટલ જેવી અનેક પાયાની જરૂરિયાતો ચોક્કસ સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

કુબેર ડીંડોર-humdekhengenews

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર દ્વારા શિક્ષણ વિભાગમાં નિષ્ઠા, પ્રમાણિકતા અને વફાદારી પૂર્વક કામ કરતા શિક્ષકો અને શ્રેષ્ઠ પ્રદર્શન અને ઉચ્ચ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરી તેઓને હંમેશા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પણ આપતા રહ્યા છે.

લેખક: રાજેશ પટેલ

આ પણ વાંચો : સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ લંબાવાઈ

Back to top button