લેબનોને પણ ઇસરાયેલ-ગાઝા યુદ્ધમાં ઝંપલાવ્યું, બે મોરચે યુદ્ધ શરૂ
- લેબનોન દ્વારા હુમલો કરવામાં આવતાં ઇઝરાયેલના સરહદી ગામમાં એકનું મૃત્યુ, ત્રણ ધાયલ
- ઇઝરાયેલ દ્વારા લેબનોન પર જવાબી હુમલો શરૂ કરવામાં આવ્યો
- ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે મૃત્યુઆંક વધીને 2,383 થયો : પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલય
ઇઝરાયેલ-હમાસ યુદ્ધને રવિવારે 9 દિવસ થઈ ચૂકયા છે. ત્યારે લેબનોન આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઝંપલાવ્યું છે અને હિઝબોલ્લાહએ ઈઝરાયેલના ઉત્તરીય ભાગમાં હુમલો કર્યો છે. લેબેનોન દ્વારા ઇઝરાયેલના સરહદી ગામ પર એન્ટી-આર્મર મિસાઇલ છોડવામાં આવતાં એકનું મૃત્યુ થયું છે તો ત્રણ લોકો ઘાયલ થયાં છે. જેને પગલે ઇઝરાયેલે લેબનોન પર જવાબી હુમલો શરૂ કર્યો છે. જ્યારે પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે હુમલાને કારણે મૃત્યુઆંક વધીને 2,383 થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
લેબનોન હુમલામાં ઇઝરાયેલી ગામ ખાતે એકનું મૃત્યુ, ત્રણ ધાયલ
ઇઝરાયેલી સેનાએ જણાવ્યું છે કે, લેબનોનમાંથી ઇઝરાયેલના સરહદી ગામ પર એન્ટી-આર્મર મિસાઇલ છોડવામાં આવ્યા બાદ એકનું મૃત્યુ થયું છે તો ત્રણ લોકો ધાયલ થયા છે. ઇઝરાયેલના શ્તુલા ગામ પર થયેલા હુમલાના અહેવાલ બાદ સેના હવે લેબનોન પર વળતો પ્રહાર કરી રહી છે. શ્તુલાએ એક ખેડૂત સમુદાયનું ગામ છે જે લેબનીઝ શહેર આયતા એ-શાબના સામે આવેલું છે.
BREAKING: Hezbollah launched multiple rockets from Lebanon into Israel.
IDF responded with tank fire. The northern front is becoming increasingly intense. pic.twitter.com/G64BlMlRVa
— Hananya Naftali (@HananyaNaftali) October 14, 2023
લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ અને ઇઝરાયેલના તબીબી વ્યાવસાયિકોએ જણાવ્યું છે કે, ઇઝરાયેલના સરહદી ગામ પર લેબનોનની અંદરથી બખ્તર વિરોધી મિસાઇલ છોડવામાં આવ્યા બાદ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. સૈન્ય હવે જવાબી કાર્યવાહીમાં લેબનોન પર વળતો પ્રહાર કરી રહ્યું છે. અહેવાલો મુજબ, ચિકિત્સકોએ શરૂઆતમાં કહ્યું હતું કે, લેબનીઝ સમુદાય આયતા એ-શાબનાની સામે આવેલું ખેડૂત સમુદાયનું ગામ શ્તુલા પરના હુમલામાં બે લોકો ઘાયલ થયા હતા. પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે મૃત્યુઆંક વધીને 2,383 થયો છે. ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઓછામાં ઓછા 10,814 ઘાયલ થયા છે. જ્યારે ગાઝામાં મૃત્યુઆંક વધીને 2,329 થયો હતો, જેમાં 9,714 ઘાયલ થયા હતા તો પશ્ચિમ કાંઠે 54ના મૃત્યુ અને 1,100 ઘાયલ હતા.
આ પણ જાણો :ઈઝરાયલનો ગાઝાપટ્ટીમાં હુમલાનો દોર યથાવત, 2200થી વધુના મૃત્યુ