ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

આવતીકાલે સોમવારે આપત્તિના SMSથી ગભરાશો નહીં

Text To Speech
  • ગુજરાતમાં આવતી કાલે એટલે કે તા.૧૬ ઓક્ટોબરને સોમવારે ‘Large Scale Testing of Cell Broadcast’ અંતગર્ત દરેકના મોબાઇલમાં કુદરતી આપત્તિથી બચવા-સાવચેતી અંગેના ટેસ્ટિંગ મેસેજ આવશે તેનાથી કોઈએ ગભરાવાની- ચિંતિત થવાની જરૂર નથી.

ગુજરાત: સમગ્ર રાજ્યમાં આવતી કાલે તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘Large Scale Testing of Cell Broadcast’ થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મેસેજ મોકલવામાં આવશે. આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે. જેને લઈને કોઈએ ગભરાવાની જરુર નથી.

“સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ” છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં લેવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

Mobile SMS-HDNEWS

કુદરતી આપત્તિનો મેસેજ કેમ કાલે મોકલવામાં આવશે? 

કટોકટી દરમિયાન સમયસર ચેતવણી આપીને જાહેર સલામતી વધારવા તેમજ જાનહાનિ અટકાવવાના ઉદ્દેશ્ય સાથે ભવિષ્યમાં આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવનાર છે તેના પરીક્ષણના ભાગરૂપે આ મેસેજ મોકલવામાં આવનાર છે, તો કોઈ પણના મોબાઈલમાં કુદરતી આપત્તિનો મેસેજ આવે તો જરાય ગભરાતા નહીં.

ઉલ્લેખનીય છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ, જાણો આરોગ્ય વિભાગે શું આપી ચેતવણી

Back to top button