ENG vs AFG: ઈંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો કર્યો નિર્ણય
- વર્લ્ડ કપ 2023માં આજે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં મેચ રમાવા જઈ રહી છે. આ વર્લ્ડ કપમાં બંને ટીમો બે-બે મેચ રમી છે.
ENG vs AFG: વર્લ્ડ કપ 2023ની આજે 13મી મેચ ઈંગ્લેન્ડ- અફઘાનિસ્તાન સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે બંને ટીમો વચ્ચે ટોસ ઉલાડી દેવામાં આવ્યો છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીત્યો છે, છતાં પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટિંગ માટે ઉતરશે અફઘાનિસ્તાન ટીમ.
ઈંગ્લેન્ડ- અફઘાનિસ્તાન મેચના ખેલાડીઓ:
ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જોની બેરસ્ટો (w/c), ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ, રીસ ટોપલી
અફઘાનિસ્તાન પ્લેઇંગ ઇલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ (ડબ્લ્યુ), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (સી), મોહમ્મદ નબી, ઇકરામ અલીખિલ, અઝમતુલ્લા ઓમરઝાઇ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી
ઈંગ્લેન્ડ ટીમની અગાઉની મેચ કેવી રહી હતી?
ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં બે મેચો રમી છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડની ટીમને ન્યૂઝીલેન્ડ સામે 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તેની બીજી મેચમાં જોસ બટલરની આગેવાની હેઠળની ટીમે ધર્મશાલામાં બાંગ્લાદેશને 137 રનથી હરાવીને જીત મેળવી હતી.
અફઘાનિસ્તાન ટીમની અગાઉની મેચ કેવી રહી હતી?
અફઘાનિસ્તાનની વાત કરીએ તો સતત બે મેચ હાર્યા બાદ તેમના ખેલાડીઓનું મનોબળ ઘટી ગયું છે. અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં 6 વિકેટે અને ત્યારબાદ બીજી મેચમાં ભારત સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેમની ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને તેઓ ઈંગ્લેન્ડ સામે ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવવાના પ્રયાસ કરશે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચ કોને ફાયદો કરાવશે?
આ વર્લ્ડ કપમાં દિલ્હીની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન સાબિત થઈ રહી છે. બેટ્સમેનો અહીં સપાટ પિચ પર ઘણા રન બનાવી રહ્યા છે. દિલ્હીમાં આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચો હાઈ સ્કોરિંગ રહી છે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અરુણ જેટલી સ્ટેડિયમની પીચ પર રેકોર્ડ 428 રન બનાવ્યા હતા. ત્યારે તેની સામે શ્રીલંકાએ પણ 326 રન બનાવ્યા હતા. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં 273 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 238 રન છે. ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન મેચ પણ હાઈ સ્કોરિંગ મેચ સાબિત થઈ શકે છે. બોલરો કરતાં બેસ્ટમેનોને આ પીચ વધારે ફાયદો કરવાની શકે છે.
આ પણ વાંચો: ભારતની વિજયી હેટ્રિક, અમદાવાદમાં પાકિસ્તાનને 7 વિકેટે માત આપી