ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ નો ફર્સ્ટ લૂક થયો જાહેર

  • પ્રથમ નોરતે દિપીકા પાદુકોણનો શાનદાર ફર્સ્ટ લુક સોશિયલ મીડિયામાં વાયરલ 
  • નારી સીતા કા ભી રૂપ હૈ ઔર દુર્ગા કા ભી : રોહિત શેટ્ટી 

નવરાત્રિના પ્રથમ દિવસના અવસર પર આગામી એક્શન ફિલ્મ ‘સિંઘમ અગેન’ના નિર્માતાઓએ લેડી કોપ શક્તિ શેટ્ટી તરીકે અભિનેત્રી દીપિકા પાદુકોણના ફર્સ્ટ લૂકને જાહેર કર્યો છે. જેમાં અભિનેત્રી દિપીકા પાદુકોણ હાથમાં પિસ્તોલ મોઢા પર લોહી સાથે શાનદાર લુકમાં જોવા મળી રહી છે. ‘સિંઘમ અગેન’ના પોસ્ટરમાં દીપિકાએ પહેલીવાર પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો. ભારતીય દર્શકો અજય દેવગણ અભિનિત “સિંઘમ” ફિલ્મથી વાકેફ છે. એ ફિલ્મે જનમાનસ ઉપર એવી અસર કરી હતી કે આજે પણ રિયલ લાઇફમાં કોઈ પોલીસ અધિકારી શ્રેષ્ઠ કામગીરી કરે તો તેને સિંઘમથી નવાજવામાં આવે છે.

 

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty)

સોશિયલ મીડિયામાં ફર્સ્ટ લુક થયો વાયરલ 

દિગ્દર્શક રોહિત શેટ્ટીએ કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં રોહિત શેટ્ટીએ કેપ્શન આપ્યું કે, “નારી સીતા કા ભી રૂપ હૈ ઔર દુર્ગા કા ભી… અમારા કોપ યુનિવર્સનાં સૌથી ક્રૂર અને હિંસક અધિકારીને મળો… શક્તિ શેટ્ટી… માય લેડી સિંઘમ… દીપિકા પાદુકોણ.”

 

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty)

ફર્સ્ટ લૂક પોસ્ટરમાં દીપિકા પાદુકોણ સળગતા વાહનની સામે બેઠેલી જોવા મળે છે અને તે વ્યક્તિના મોંમાં બંદૂક રાખે છે. બીજી પોસ્ટમાં, અભિનેત્રીના હાથ પર પટ્ટી અને તેના ચહેરા પર સ્મિત સાથે બંદૂક જોવા મળી રહી છે. રોહિત શેટ્ટીની નવી કોપ ફિલ્મમાં દીપિકા એક કોપ શક્તિ શેટ્ટીની ભૂમિકામાં જોવા મળશે. રોહિત શેટ્ટીએ ફર્સ્ટ લુક જાહેર કર્યા પછી તરત જ, ચાહકોમાં ખૂબ વાયરલ થયું છે. પોસ્ટ પર રણવીર સિંહે ટિપ્પણી કરી હતી કે, “‘રે દેવા!!!! આલી રે આલી!!!!!!!!!!!!!”

 

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty)

દિપીકા પાદુકોણની અન્ય મેગા બજેટ ફિલ્મો 

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ‘સિંઘમ અગેન’માં અજય દેવગણ અને કરીના કપૂર ખાન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2024ના સ્વતંત્રતા દિવસ પર થિયેટરોમાં આવવા માટે તૈયાર છે જેની સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ સાથે મોટી ટક્કર થશે. ‘સિંઘમ’ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી, અને તેમાં કાજલ અગ્રવાલ-પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં હતા, ત્યારબાદ 2014માં ‘સિંઘમ રિટર્ન્સ’ આવી હતી, અને બંને પ્રોજેક્ટને બોક્સ ઓફિસ પર હિટ જાહેર કરવામાં આવ્યા હતા. અભિનેતા રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ ‘સિંઘમ અગેન’માં તેમની ભૂમિકાઓ સિમ્બા અને સૂર્યવંશીનું પુનરાવર્તન કરતા વિશેષ ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન, દીપિકા પ્રભાસની વિરુદ્ધ સાયન્સ-ફિક્શન એક્શન ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની એરિયલ એક્શન થ્રિલર ફિલ્મ ‘ફાઇટર’માં હૃતિક રોશન સાથે જોવા મળશે.

 

આ પણ જુઓ :બિગ બોસ 17: બિગ બોસના ઘરમાં આપનું સ્વાગત છે, જુઓ આ વખતે નવું શું છે !

Back to top button