આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં ડૉ.આંબેડકરની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ

Text To Speech
  • વોશિંગ્ટનમાં 19 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરાયું
  • ભારતીય મૂળના 500થી વધુ લોકો હાજર રહ્યા
  • PM મોદીએ અનાવરણ પર સંદેશો શેર કર્યો

ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની 19 ફૂટની પ્રતિમાનું વોશિંગ્ટનમાં અનાવરણ કરાયું છે. દેશની બહાર આ તેમની સૌથી મોટી પ્રતિમા છે. વોશિંગ્ટનના મેરીલેન્ડમાં  અનાવરણ દરમિયાન ભારતીય મૂળના 500થી વધુ લોકો હાજર રહ્યા હતા. તેઓએ ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. વરસાદ વચ્ચે લોકોએ 10 કલાકની મુસાફરી કરી આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરના પ્રમુખ રામ કુમારે કહ્યું કે તેને ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી‘ નામ આપ્યું છે, કારણ કે અસમાનતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ અલગ-અલગ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.

રામ સુતારે પ્રતિમા બનાવી 

સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનાર પ્રખ્યાત કલાકાર અને શિલ્પકાર રામ સુતાર દ્વારા આ 19 ફૂટની પ્રતિમા બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના સરદાર સરોવર ડેમના ડાઉનસ્ટ્રીમમાં સ્થાપિત છે. સમાનતાની પ્રતિમાના અનાવરણ સમારોહમાં હાજરી આપવા આવેલા લોકોનો ઉત્સાહ ઝરમર વરસાદ પછી પણ ઓછો થયો ન હતો

દલિત ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રવિ કુમારે કહ્યું- પહેલા આંબેડકર માત્ર દલિત નેતા તરીકે જ ઓળખાતા હતા. હવે તેઓ એક એવા નેતા તરીકે ઓળખાય છે જેમણે મહિલાઓ અને પછાત વર્ગોના ઉત્થાન માટે કામ કર્યું હતું. હવે વિશ્વના ગરીબ દેશો તેમના વિચારોને અનુસરવાનું વિચારી રહ્યા છે.

આ પણ વાંચો: નવરાત્રીનો પ્રારંભ : દેશભરના વિવિધ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શને પહોંચ્યા

Back to top button