કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી
- કોંગ્રેસે MP ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડી છે. એટલું જ નહીં કોંગ્રેસ આગામી બે દિવસમાં બીજી, ત્રીજી અને અંતિમ યાદી પણ જાહેર કરશે.
MP Election 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને ભાજપે ઉમેદવારો જાહેર કર્યા પછી હવે કોંગ્રેસ દ્વારા પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. આજે રવિવારે (15 ઓક્ટોબર), કોંગ્રેસે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ:
मध्यप्रदेश विधानसभा चुनाव 2023 के लिये कांग्रेस पार्टी के 144 उम्मीदवारों की प्रथम सूची।
सभी को प्रचंड जीत की अग्रिम बधाई एवं शुभकामनाएँ।
“बढ़ाइये हाथ, फिर कमलनाथ” pic.twitter.com/yUXQT4jpoz
— MP Congress (@INCMP) October 15, 2023
કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 144 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે હવે એવી શક્યતા છે કે આગામી બે દિવસમાં ઉમેદવારોની બીજી યાદી એટલે કે સંભવતઃ 16મીએ અને ઉમેદવારોની ત્રીજી અને અંતિમ યાદી 17મી ઓક્ટોબરે કોંગ્રેસ જાહેર કરશે.
કોંગ્રેસ પાર્ટીએ છત્તીસગઢ અને તેલંગાણાની સાથે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 144 ઉમેદવારોના નામ છે. પ્રથમ યાદીમાં કમલનાથ, ગોવિંદ સિંહ, જીતુ પટવારીના નામ સામેલ છે. યાદીમાંથી નક્કી કરવામાં આવ્યું છે કે કમલનાથ છિંદવાડાથી ચૂંટણી લડશે. જ્યારે રાઉ બેઠક પરથી જીતુ પટવારીને ટિકિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ વહીવટીતંત્ર એક્શનમાં, નેતાઓના પોસ્ટરો હટાવવામાં આવ્યા