અમદાવાદટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

IND vs PAK: મેચમાં વિરાટ કોહલીની એક્ટિંગનો વીડિયો તમે જોયો ?

Text To Speech
  • ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ વિરાટ કોહલીએ આજે રમાઈ રહેલી મેચમાં એક રસપ્રદ સ્ટાઈલ બતાવી છે.

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની આજે 12મી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ દરમિયાન વિરાટ કોહલી એક્ટિંગ કરતાનો વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનની ઈનિંગની 13મી ઓવર દરમિયાન પાકિસ્તાનની વિકેટ પડી ત્યારે વિરાટ કોહલી એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા. પંજાબ કિંગ્સે તેના X હેન્ડલ પર કોહલીનો એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે.

 

ઇમામના આઉટ થયા બાદ વિરાટ કોહલી જોરદાર રમુજી એક્ટિંગ કરતા નજરે ચડ્યા છે. તેમના હાથ પર ઘડિયાળ ન હતી. તેમ છતાં તે ઘડિયાળમાં સમય તપાસી રહ્યા હોય તેવું વર્તન કરતા જોવા મળી રહ્યા છે.

આજે રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે એક લાખથી વધુ લોકો આવ્યા છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ મેચ જોવા આવ્યા છ. રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ અમદાવાદ આવ્યા છે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે . જ્યાં જોવો ત્યાં ભારતીય ચાહકો જ અહીં બ્લુ જર્સી પહેરીને બેઠા દેખાઈ રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આ પણ વાંચો: શું પાકિસ્તાને મેચ પહેલાં જ હાર સ્વીકારી લીધી?

Back to top button