CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર નવરાત્રી મહોત્સવનું કરશે ઉદ્દઘાટન
- 15થી 23 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા મહોત્સવમાં રાજ્યની સંસ્કૃતિ-ધરોહરને કરાશે ઉજાગર
- કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ, મુળૂ બેરા અને હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત
- થીમ પેવેલિયન, ક્રાફ્ટ બઝાર, ફૂડ સ્ટોલ્સ, બાળ નગરી સહિતનાં અનેક આકર્ષણોનો સમાવેશ
રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદ ખાતે તારીખ 15 થી 23 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15 ઓક્ટોબરના રોજ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 કલાકે ઉદ્દઘાટન કરશે.
આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળૂ બેરા, રમત-ગમત-યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તેમજ અમદાવાદનાં સંસદસભ્ય કિરીટ સોલંકી અને હસમુખ પટેલ, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહેશે. વિશ્વના આ સૌથી લાંબા નૃત્ય મહોત્સવને જોવા અને માણવા માટે દેશ અને વિશ્વભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડશે.
વિવિધ સ્થળોની ઝાંખીનું પણ આયોજન કરવામાં આવ્યું
ઉદ્દઘાટન સમારંભમાં ‘શક્તિરૂપેણ સંસ્થિતા’ની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભારતના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઉજાગર કરતા વિવિધ સ્થળો અને ઘટનાઓ જેવી કે, ચાર વેદ, રામ મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, ચંદ્રયાન, તેજસ (પ્લેન), રમત-ગમત ક્ષેત્રે પ્રસિધ્ધ ખેલાડીઓના જીવનની ઝલક, માઁ આધ્યશક્તિનાં નવ સ્વરૂપો, સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, થિમેટીક ટનલ સહિતની થીમ આધારિત વિવિધ સ્થળોની ઝાંખીનું પણ આયોજન હાથ ધરાયું છે.
The colorful and lively preparations of Vibrant #Navratri2023 are in full swing, promising an unforgettable experience for all. Let the countdown begin. Do not miss out on the Vibrant #Navratri 2023.
📅 15th-23rd Oct
📍 Gujarat University Ground, #Ahmedabad#gujarattourism pic.twitter.com/ZnOfSzgkei— Gujarat Tourism (@GujaratTourism) October 14, 2023
ખાણી-પીણીના શોખીન ગુજરાતીઓની રૂચિ અને રાજ્યના વિવિધ સ્થળોની વિશિષ્ટ વાનગીઓને ધ્યાનમાં રાખીને ફૂડ સ્ટોલ્સ ખોલવામાં આવ્યા છે. જેથી ખૈલેયાઓ ગરબાની ધૂમ અને થકાવટની વચ્ચે ગુજરાતની વિવિધ વાનગીઓના સ્વાદની મજા ઉઠાવીને ફરીથી સ્ફુર્તિ અનુભવી શકશે.
ગુજરાતની હસ્તકળા અને તેના કારીગરોને મળશે પ્રોત્સાહન
ગુજરાતની હસ્તકળા અને તેના કારીગરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સ્ટોલ્સ લગાવવામાં આવશે. જેના માધ્યમથી નાગરિકોને ગુજરાતની અનોખી હસ્તકળા કારીગરીથી રૂબરૂ થવાની તક મળશે તેમજ કારીગરોને પણ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે સારું પ્લેટફોર્મ મળશે.
આ પણ જુઓ :બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું