આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારત-શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ શરૂ, જાણો ભાડું અને મુસાફરીનો સમય

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેરી સર્વિસની શરૂઆત કરાવી
  • આ પહેલથી બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી વધશે
  • કેન્દ્રીય જળમાર્ગ મંત્રીએ ફેરી સર્વિસને લીલી ઝંડી બતાવી

આજે ભારત અને શ્રીલંકા વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે ફેરી સર્વિસનો પ્રારંભ કરાવ્યો છે, તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા આર્થિક અને રાજદ્વારી સંબંધોમાં એક સારી શરૂઆત સાબિત થશે.આ પહેલા કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે નાગાપટ્ટનમ અને શ્રીલંકા વચ્ચે શરૂ થયેલી ફેરી સર્વિસને લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પણ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ભાગ લીધો હતો.

ફેરી સર્વિસ માઈલસ્ટોન સાબિત થશે

ફેરી સર્વિસની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને શ્રીલંકા લાંબા સમયથી સંસ્કૃતિ અને વાણિજ્યનો ઊંડો ઈતિહાસ ધરાવે છે. આ ફેરી સર્વિસ શરૂ થવાથી બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીમાં વધારો થશે. આ સેવા નાગાપટ્ટિનમ અને કંકેસંતુરાઈ વચ્ચે શરૂ કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં માઈલસ્ટોન સાબિત થશે. તેમને પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે, તાજેતરમાં બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી વધારવા સંમતિ સધાઈ હતી. આ ફેરી સર્વિસ બે શહેરો નહીં પરંતુ બંને દેશો અને ત્યાં રહેતા લોકો વચ્ચે નિકટતા પણ વધારશે.

ફેરી સર્વિસનું ભાડું અને મુસાફરીનો સમય

ભારતથી શ્રીલંકા સુધી ફેરી સર્વિસ શરૂ કરાઈ છે. આ ફેરી સર્વિસનો લાભ લેવા માગતા મુસાફરનો 7670 રૂપિયાની ટિકિટ લેવી પડશે. જેમાં 6500 ટિકિટ અને 18% GST સામેલ છે. માહિતી અનુસાર આજે ઉદ્ધાટનના પ્રસ્તાવ રૂપે આ ટિકિટ 2800 રૂપિયા (2375 અને જીએસટી) નક્કી કરાઈ છે. એટલે હાલમાં ટિકિટના ભાવ પર 75% છૂટ આપવામાં આવી છે. સૌથી ખાસ બાબત એ છે કે, આ ફેરી સર્વિસથી કોઈપણ વ્યક્તિ ત્રણ કલાકમાં તમિલનાડુથી શ્રીલંકા પહોંચી શકશે.

 આ પણ વાંચો:  શ્રીલંકા સાથે એસ જયશંકરે તમિલ સમુદાયના અંગે કરી ચર્ચા, 13A ના સંપૂર્ણ અમલીકરણની હિમાયત કરીતમિલનાડુ,

Back to top button