ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપઃ HD Newsની ટીમ હાજર છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર દરેક મૂડ કૅપ્ચર કરવા, જૂઓ અહીં

  • વર્લ્ડ કપની સૌથી રોમાંચક ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની સૌથી રોમાંચક ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ આજે બપોરે શરૂ થવા જઈ રહી છે. ભારત પાકિસ્તાનની આ વર્લ્ડ કપની મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મેચને લઈને ક્રિકેટ રસિયાઓ દૂર-દૂરથી અમદાવાદ પહોંચ્યા છે. જેથી અમદાવાદમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે HD ન્યુઝની ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી છે અને ત્યાંનાં સ્ટેડિયમની બહારનો લાઈવ મૂડ કવર કરી રહી છે. અમારી HD ન્યુઝની ટીમે અનેક ઉત્સાહી ફેન સાથે વાત કરી જેના વિડીયો અને ફોટા અહી ઉપલબ્ધ છે. જુઓ નીચે

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

કેટલા વાગ્યે ભારત-પાકિસ્તાન મેચ થશે શરૂ ?

ક્રિકેટર રોહિત શર્મા આ શાનદાર મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે, જ્યારે પાકિસ્તાની ટીમની કમાન બાબર આઝમના હાથમાં રહેશે. ભારત પાકિસ્તાન વચ્ચેની આ મેચ આજે બપોરે 2 વાગ્યે શરૂ થશે તો બપોરે 12:30 વાગ્યે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  જેથી ક્રિકેટ મેચના દર્શકોને 10.00 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. એરપોર્ટથી લઈને સ્ટેડિયમ સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજની આ મેચમાં ફિલ્મ સ્ટાર્સથી લઈને રાજનેતાઓ અને અનેક VVIP મહેમાનો સ્ટેડિયમ ખાતે હાજર રહેશે. મેચને નિહાળવા માટે ભૂતપૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર, અભિનેત્રી અનુષ્કા શર્મા તેમજ મેચ સેરેમનીના સિંગર અરિજિતસિંહ અમદાવાદ પહોંચી ગયા છે.

 

 

 

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

 

 

મેચમાં શું વરસાદની શક્યતા રહેલી છે ?

હવામાન વિભાગ ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડી શકે છે પરંતુ આજે અમદાવાદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના રહેલી છે ત્યારે જોવાનું રહ્યું કે મેઘરાજા રાહત આપશે કે ધમરોળશે. આ વર્લ્ડ કપમાં ગ્રુપ મેચો માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં વરસાદ કે અન્ય કારણોસર આજે ભારત-પાકિસ્તાન મેચનું પરિણામ જાહેર નહીં થાય તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. જો કે વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

 

આ પણ જુઓ :હાઈ વૉલ્ટેજ મેચ માણવા તેંડુલકર અને અનુષ્કા શર્મા અમદાવાદ આવી પહોંચ્યાં

Back to top button