ઇઝરાયેલથી 235 ભારતીયોને લઈ બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી, ઑપરેશન અજય ચાલુ
- ઇઝરાયેલથી પરત લાવવા બદલ ભારતીયોએ સરકારનો આભાર માન્યો
- અત્યાર સુધી 447 ભારતીયોને ઇઝારેયલમાંથી બહાર લાવવામાં આવ્યા
- ઑપરેશન અજય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઓપરેશન અજય અંતર્ગત બીજી ફ્લાઈટ 14 ઓક્ટોબર શનિવારની સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. આ વિમાનમાં 235 ભારતીય નાગરિકો સવાર હતા, જેમને ઇઝરાયેલથી સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. ઓપરેશન અજય અંતર્ગત અત્યાર સુધીમાં 447 ભારતીયોને ઈઝરાયેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
Flight #2 carrying 235 Indian nationals takes off from Tel Aviv. pic.twitter.com/avrMHAJrT4
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 13, 2023
ભારતીયોનું એરપોર્ટ પર સ્વાગત કરાયું
કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજકુમાર રંજને ઈઝરાયેલથી પરત ફરી રહેલા ભારતીયોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ઇઝરાયેલથી ભારતીય નાગરિકોને પરત લાવવા બદલ ભારત સરકારનો આભાર. ઓપરેશન અજય હેઠળ બીજી ફ્લાઇટ શુક્રવારે રાત્રે સ્થાનિક સમય મુજબ 11.02 વાગ્યે ઉપડી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલમાંથી ભારતીયોને બહાર કાઢવાનું અભિયાન ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ લગભગ 18,000 ભારતીય નાગરિકો રહે છે.
#OperationAjay continues to bring citizens home.
2nd flight carrying 235 citizens arrives in New Delhi. MoS @RanjanRajkuma11 received the citizens at the airport. pic.twitter.com/W3ItmHgwf3
— Arindam Bagchi (@MEAIndia) October 14, 2023
અગાઉ 212 ભારતીયોને પરત લાવવામાં આવ્યા
અગાઉ, ઇઝરાયેલથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પ્રથમ ચાર્ટર ફ્લાઇટ બેન ગુરિયન એરપોર્ટથી 12 ઓક્ટોબરની મોડી સાંજે ભારત માટે રવાના થઈ હતી અને 13 ઓક્ટોબરની સવારે ભારતની રાજધાની દિલ્હી પહોંચી હતી. પ્રથમ ફ્લાઇટમાં 212 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, ભારતે અત્યાર સુધીમાં 447 ભારતીયોને ઇઝરાયેલમાંથી બહાર કાઢ્યા છે.
#WATCH | Chants of ‘Vande Mataram’ by passengers on the second flight carrying 235 Indian nationals from Israel. The flight landed at Delhi airport today
(Video Source: Passenger) pic.twitter.com/gAf8dkRocN
— ANI (@ANI) October 14, 2023
13 ઓક્ટોબરના રોજ, વિદેશ મંત્રાલયે કહ્યું કે અત્યારે અમારી પ્રાથમિકતા ફક્ત તે જ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાની છે જેઓ પાછા ફરવા માંગે છે. જેમ જેમ પરત ફરવા માટેની વિનંતીઓ મળતી રહે છે, ફ્લાઇટ તે મુજબ નક્કી કરવામાં આવશે. હાલમાં આ કામગીરીમાં ચાર્ટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તમામ વિકલ્પો ખુલ્લા છે. જરૂર પડ્યે ભારતીય વાયુસેનાની મદદની શક્યતા નકારી શકાય તેમ નથી. અગાઉ પણ આવી પરિસ્થિતિઓમાં સેનાની મદદ લેવામાં આવી છે.
આ પણ વાંચો: ઇઝરાયેલ-હમાઝ યુદ્ધ: ભારતનું ઑપરેશન અજય શું છે?