ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે

  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાક મેચનો મહામૂકબલો
  • ગૃહમંત્રી અમિત શાહ નિહાળશે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ
  • SG હાઈવે પર ફન બ્લાસ્ટમાં આંગણવાડીના બાળકોના મનોરંજન પ્રવાસમાં થશે સહભાગી 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું શુક્રવારે રાત્રે અમદાવાદમાં આગમન થયું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી હાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. જેમાં શનિવારે(14 ઓક્ટોબરે) અમિતશાહ અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ નિહાળશે. આ ઉપરાંત અમદાવાદના એસજી હાઈવે પર ફન બ્લાસ્ટ ખાતે આંગણવાડીના બાળકોના મનોરંજન પ્રવાસમાં સહભાગી થશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યોનું લોકાર્પણ પણ કરશે.

અમિત શાહ સાથે અનેક મોટા સેલિબ્રિટીઓ પણ મેચમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ ક્રિકેટ મુકાબલો યોજાનાર છે, જેને લઈને લાખો દર્શકો અને મોટા સેલેબ્રિટીઓ પણ અમદાવાદમાં પધારી ચૂક્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસના પગલે શુક્રવારે તેમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. શનિવારે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુહામુકાબલાને નિહાળશે.

મેચમાં 7000 પોલીસ જવાનો, 4000થી વધુ હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં

અમિત શાહ સહિત અનેક મોટા સેલેબ્રિટીઓ જેવા કે અમિતાભ બચ્ચન, અરિજીત સિંહ, રજનીકાંત, સચિન તેંડુલકર પણ આ મેચમાં હાજર રહેવાના છે. જેથી સ્ટેડિયમને એક અભેદ્ય કિલ્લામાં ફેરવી નાખવાની તૈયારી અમદાવાદ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ કરી છે. આ મેચ દરમિયાન અમદાવાદ પોલીસના કુલ 4 IG-DIG, 21 DCP, 47 ACP, 131 PI અને 369 PSI સહિતના પોલીસ સ્ટાફ સહિત કુલ 7000 જેટલા પોલીસ જવાનો સુરક્ષાને સંભાળશે, જ્યારે કે 4000થી વધુ હોમગાર્ડ જવાનો પણ હાજર રહેશે.

આ વ્યવસ્થામાં NSG કમાન્ડો, ચેતક કમાન્ડો, BDDS ટીમ, ડોગ સ્કવોડ, એસઆરપી અને સીઆરપીએફના જવાનો પણ સામેલ થશે. આ બધાને લઈને એક મલ્ટિલેયર સુરક્ષાચક્ર બનાવવામાં આવશે. આ ઉપરાંત સાદાવેશમાં પોલીસ જવાનો અને શી ટીમ પણ હાજર રહેશે.

ટીથર ડ્રોન અને CCTV સ્ટેડિયમની સુરક્ષા પર બાજ નજર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાને લઈને પોલીસ દ્વારા ટીથર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેનાથી 3 કિમીના વિસ્તારનું મોનિટરિંગ કરી શકાશે. ઉપરાંત આ ડ્રોનથી સતત 10 કલાક સુધી મોનિટરિંગ કરવું સંભવ છે. આ ઉપરાંત મેદાનના વિસ્તારમાં કોઈ પણ અનધિકૃત ડ્રોનને ઓળખી તેને તોડી પાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં એન્ટિગન ડ્રોનની વ્યવસ્થા કરવામાં આવશે. જે અવૈધ ડ્રોનને ઓળખી તેને દૂર કરી શકે છે. સુરક્ષાને લઈને વધુ ચોક્સાઈપૂર્વકના આયોજન માટે મેદાનમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેમાં 2 હજાર જેટલા સીસીટીવી કેમેરાથી સ્ટેડિયમનું મોનિટરિંગ કરવામાં આવશે તો સાથે જ 1000 જેટલા બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો પણ હાજર રહેશે.

 

આ પણ વાંચો :નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ, અમદાવાદ પોલીસનો લોખંડી બંદોબસ્ત

Back to top button