ટોપ ન્યૂઝવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડની સતત ત્રીજી જીત, પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર પહોંચ્યું

Text To Speech

વર્લ્ડ કપની 11મી મેચમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં નવ વિકેટે 245 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 42.5 ઓવરમાં બે વિકેટે 248 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

બાંગ્લાદેશની સતત બીજી હાર

ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપમાં વધુ એક મોટી જીત હાંસલ કરી છે. બાંગ્લાદેશને હરાવીને સતત ત્રીજી જીત હાંસલ કરી હતી. કિવી ટીમે આ પહેલા ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડને હરાવ્યું હતું. હવે તેના ત્રણ મેચમાં છ પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાને છે. બીજી તરફ બાંગ્લાદેશની આ બીજી હાર છે. અફઘાનિસ્તાન સામેની જીત બાદ તેને ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે.

કિવિઝે ટોસ જીતી બોલિંગ કરી હતી

ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશે 50 ઓવરમાં નવ વિકેટે 245 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 42.5 ઓવરમાં બે વિકેટે 248 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

વિલિયમસને રમી કેપ્ટન ઇનિંગ

ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે સૌથી વધુ અણનમ 89 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસને 78 રનની ઇનિંગ રમી હતી. તે રિટાયર્ડ હર્ટ થતા ડેવોન કોનવેએ 45 રનનું યોગદાન આપ્યું હતું. રચિન રવિન્દ્ર નવ રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન ફિલિપ્સે અણનમ 16 રન બનાવ્યા હતા. મુસ્તાફિઝુર રહેમાન અને શાકિબ અલ હસનને એક-એક સફળતા મળી.

Back to top button