ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા પોલીસ મથકમાં બનેલા બે નવા રૂમનું આઈજી ના હસ્તે ઉદઘાટન

Text To Speech
  • ડીસા તાલુકા પોલીસ મથકમાં બનાવેલા બે નવીન રૂમનો આજે રેન્જ આઈ.જી ના હસ્તે શુભારંભ કરાયો, નવીન રૂમનો ઉદઘાટન કરાતા પોલીસની કામગીરીને સરળતા રહેશે.

Deesa: ડીસા તાલુકા પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી કામગીરીનું ભારણ વધી ગયું હતું તેમજ જગ્યા પણ ઓછી પડતી હોવાના કારણે ડીસા તાલુકા પીઆઇ એસ એમ પટણીના પ્રયાસો અને દાતા પી એન માળીના સહયોગથી નવીન બે રૂમ બનાવવામાં આવ્યા હતા. ત્યારે આજે રેન્જ આઈ.જી જે આર મોરથલિયાના હસ્તે નવીન બનાવેલા બે રૂમનો ઉદઘાટન કરવામાં આવ્યું છે.

ડીસા તાલુકા પોલીસ મથકમાં ડી સ્ટાફની કામગીરી માટે અને કોમ્પ્યુટર ઓપરેટિંગ માટે બનાવેલા આ બે રૂમના ઉદઘાટન પ્રસંગે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહિત ડીસા શહેર ઉત્તર, દક્ષિણ અને તાલુકા પોલીસ મથકના ત્રણે પીઆઇ સહિત પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા સાથે સાથે ઉદ્ઘાટન બાદ એન્જ આઈ જીએ સ્થાનિક પીઆઇ અને જિલ્લા પોલીસ વડા સાથે મુલાકાત લઇ જિલ્લાની કામગીરી અંગેની પણ સમીક્ષા તેમજ વાર્તાલાપ કર્યો હતો.

આ પણ વાંચો: 16મીને સોમવારે મોબાઈલમાં આવો SMS આવે તો ગભરાતા નહીં

Back to top button