ટ્રેન્ડિંગમનોરંજન

માઇકલ ડગ્લાસને ‘સત્યજીત રે લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરાશે

Text To Speech
  • માઈકલ ડગ્લાસને ગોવામાં યોજાનારા 54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં પ્રતિષ્ઠિત સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.માઈકલ ડગ્લાસે બે ઓસ્કાર એવોર્ડ, પાંચ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને એક એમી એવોર્ડ મેળવ્યા છે.

જાણીતા હોલીવુડ અભિનેતા અને નિર્માતા માઈકલ ડગ્લાસને ગોવામાં યોજાનારા 54માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં પ્રતિષ્ઠિત સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ જાહેરાત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા કરી હતી. IFFI 54 વૈશ્વિક સિનેમેટિક કેલેન્ડરમાં આ એક સીમાચિહ્નરૂપ ઘટના છે. તેમની સાથે જાણીતી અભિનેત્રી અને તેમની પત્ની કેથરિન ઝેટા જોન્સ પણ હાજરી આપશે. ભારતીય ફિલ્મ નિર્માતા, પરસેપ્ટ લિમિટેડ અને સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલના સ્થાપક શૈલેન્દ્ર સિંહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના 25 વર્ષને સેલિબ્રેટ કરી રહ્યા છે.

માઈકલ ડગ્લાસે બે ઓસ્કાર એવોર્ડ, પાંચ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને એક એમી એવોર્ડ મેળવ્યા છે. તેમણે. ‘વોલ સ્ટ્રીટ (1987)’, ‘બેઝિક ઇન્સ્ટિંક્ટ (1992)’, ‘ફોલિંગ ડાઉન (1993)’, ‘ધ અમેરિકન પ્રેસિડેન્ટ (1995)’, ‘ટ્રાફિક (2000)’ અને ‘બિહાઇન્ડ ધ કેન્ડેલાબ્રા (2013) જેવી ફિલ્મોમાં તેમની અનોખી ભૂમિકા ભજવીને સિનેમાના ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે. તેમણે વન ફ્લુ ઓવર ધ કુકુઝ નેસ્ટ (1975)”, “ધ ચાઇના સિન્ડ્રોમ (1979)” અને “ધ ગેમ (1999) જેવી ઘણી સુંદર ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે.

આ પણ વાંચોઃ PM મોદીએ જી20 સંસદીય સ્પીકર્સ સમિટને મહાકુંભ ગણાવી

Back to top button