100 વર્ષ બાદ શનિ અમાસ પર સૂર્ય ગ્રહણઃ આ રાશિઓનું ખુલશે ભાગ્ય
- સૂર્ય ગ્રહણના સંયોગથી કેટલીક રાશિઓને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. જેના કારણે આ રાશિઓના તમામ કષ્ટ દૂર થશે અને ખૂબ જ સુખદ સમયની શરૂઆત થશે
દર વર્ષે ભાદરવા મહિનાની અમાસને સર્વ પિતૃ અમાસ તરીકે મનાવવામાં આવે છે. આ વખતે 14 ઓક્ટોબર શનિવારના રોજ અમાસની તિથિ પડી રહી છે. શનિવારના દિવસે અમાસ હોવાથી તેને શનૈશ્વરી અમાસ પણ કહેવાશે. 100 વર્ષ બાદ શનિ અમાસના દિવસે સુર્ય ગ્રહણ પણ લાગવા જઇ રહ્યુ છે. આ વખતે શનૈશ્વરી અમાસ અને સૂર્ય ગ્રહણના સંયોગથી કેટલીક રાશિઓને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. જેના કારણે આ રાશિઓના તમામ કષ્ટ દૂર થશે અને ખૂબ જ સુખદ સમયની શરૂઆત થશે. શનિ અમાસના દિવસે સૂર્ય ગ્રહણ લાગતા કઇ રાશિના જાતકોને શુભ ફળ મળશે તે જાણો
મેષ
સૂર્ય ગ્રહણ પર શનૈશ્વરી અમાસના ઐતિહાસિક સંયોગથી મેષ રાશિના લોકો માટે અત્યંત સુખદ સમયની શરૂઆત થશે. જીવનની તમામ પરેશાનીઓ દુર થશે. આર્થિક સ્થિતિ સુધરશે. ધન લાભના યોગ બનશે. પ્રગતિની રાહ પર આવી રહેલી બાધાઓથી છુટકારો મળશે. સંબંધોમાં મતભેદો કે મનભેદો દૂર થશે. પારિવારિક જીવનમાં ખુશહાલી ટકેલી રહેશે.
મિથુન
100 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ અને શનિ અમાસના સંયોગથી મિથુન રાશિના લોકોની કિસ્મત ચમકશે. દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત થશે. મેરિડ લાઇફ સારી રહેશે. આવકમાં વૃદ્ધિના યોગ છે. ઘરમાં બરકત આવશે. શુભ સમાચાર મળશે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધાર થશે.
કુંભ
શનિ અમાસના દિવસે સૂર્ય ગ્રહણ લાગવાથી કુંભ રાશિની કિસ્મતના દરવાજા ખુલી જશે. ધન લાભના માર્ગ ખુલશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ આવશે. આવકના સ્ત્રોત વધશે. કરિયરમાં સફળતા મળશે. પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિ થશે. ખૂબ જ સુખ પુર્વક સમય વ્યતિત કરશો.
આ પણ વાંચોઃ નવરાત્રિને લઈ પોલીસ કમિશનરની ગાઇડલાઇન