ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોર્ટે સંજય સિંહને 27 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

Text To Speech

દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે આમ આદમી પાર્ટી રાજ્યસભાના સાંસદ સંજય સિંહને 27 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

  • સંજય સિંહ કોર્ટ રૂમમાં જતા પહેલા તેઓ ફરી એકવાર પીએમ મોદી પર ટિપ્પણી કરતા જોવા મળ્યા.

 

  • લોબીમાં મીડિયાકર્મીઓની સામે સંજય સિંહે પીએમ મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું, ‘મોદીજી ભારતના નહીં પરંતુ અદાણીના વડાપ્રધાન છે. અદાણીના કૌભાંડોની તપાસ ક્યારે થશે? આમ કહી તે કોર્ટમાં ગયા હતા.

10 ઓક્ટોબરે કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા સંજય સિંહની ED કસ્ટડી 13 ઓક્ટોબર સુધી લંબાવી હતી. કસ્ટડીની મુદત પુરી થતાં આજે ફરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિઓ થઈ છે.

મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે: સંજય સિંહે પણ આ સમગ્ર મામલે પોતાની ધરપકડ સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સિંહના વકીલે ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સંજીવ નરુલાની ખંડપીઠ પાસેથી તાત્કાલિક સુનાવણીની વિનંતી કરતા કહ્યું કે EDએ તેમને ધરપકડ માટે યોગ્ય આધાર આપ્યા નથી.

શું છે આરોપ?

EDએ AAP નેતા સંજય સિંહની (4 ઓક્ટોબર)ના રોજ તેમના સત્તાવાર નિવાસસ્થાન પર કેટલાક કલાકોના દરોડા પછી ધરપકડ કરી હતી. બીજા દિવસે એટલે કે 5 ઓક્ટોબરે રાઉઝ એવન્યુ કોર્ટે તેમને પાંચ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ સમય દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે કેટલાક ડીલરોને ફાયદો પહોંચાડવા માટે કથિત રીતે લાંચ લેવામાં આવી હતી. AAP નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પણ દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટે ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની અરજીઓ ફગાવી

Back to top button