ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખ જાહેર, જૂઓ અહીં

  • ગુજકેટની પરીક્ષાનો ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યો છે, જેની 2 એપ્રિલ 2024ના રોજ પરીક્ષા શરુ થશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા.૧૯/૧૧/૨૦૧૬ના ઠરાવ ક્રમાંક:પરચ-૧૦૨૦૧૨-સ થી લેવામાં આવેલ નિર્ણય અનુસાર ધો.૧૨ (૧૦+૨ તરાહ) વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ-૨૦૧૭ થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે.

ઉક્ત ઠરાવ મુજબ વર્ષ-૨૦૨૪ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ-એ, ગૃપ-બી અને ગૃપ-એ.બી. ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા.૦૨/૦૪/૨૦૨૪ ને મંગળવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.

ગુજકેટ-૨૦૨૪ ના આવેદનપત્ર ONLINE ભરવાની તારીખ તથા માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે તેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

ગુજકેટની પરીક્ષા માટે કેટલીક અગત્યની જાણકારી:

  • ગુજકેટની પરીક્ષા તા.૦૨/૦૪/૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૦-૦૦ કલાક થી બપોરના ૧૬-૦૦ કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.

GUJCET નો અભ્યાસક્રમ :

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક – મશબ/૧૨૧૭/૧૦૩૬/૭ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૪ ની પરીક્ષા માટે રહેશે.

ગુજકેટની પરીક્ષા-HDNEWS

ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને ૪૦ પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના, ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે.

જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ પ્રત્યેક વિષય માટે ૪૦ પ્રત્યુત્તર માટેની રહેશે.

પરીક્ષાનું માધ્યમ : પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જૂઓ અહીં

Back to top button