ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

નીરજ ચોપરા “મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર” એવોર્ડ માટે નોમિનેટ

  • વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ્સની રેસમાં નીરજ ચોપરાનો સમાવેશ   
  • વિશ્વભરના 11 ખેલાડીઓ સાથે સર્વશ્રેષ્ઠ એથ્લેટના એવોર્ડ માટે કરશે સ્પર્ધા

ભારતીય ખેલાડી અને ગોલ્ડન બોય જેવેલીન થ્રોઅર નીરજ ચોપરાનો શુક્રવારે વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ્સની રેસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા નીરજ ચોપરાને ‘મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ 2023 માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ યાદીમાં નીરજ ચોપરા વિશ્વભરના 11 ખેલાડીઓ સાથે સર્વશ્રેષ્ઠ એથ્લેટના એવોર્ડ માટે સ્પર્ધા કરશે અને ત્યારબાદ વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. 11મી ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે.

 

‘વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ના ખિતાબ માટે 11 નામોનો સમાવેશ

વર્લ્ડ એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય પેનલ દ્વારા 2023માં ખેલાડીઓના પ્રદર્શનના આધારે ‘મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ માટે 11 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં નીરજ ચોપરા તે ઉપરાંત ઉમેદવારોમાં, અમેરિકન શોટ પુટર રાયન ક્રુગર, સ્વીડનના પોલ વોલ્ટર મોન્ડો ડુપ્લાન્ટિસ, મોરોક્કોના સુફિયાન અલ બક્કાલી (3000 મીટર સ્ટીપલચેઝ), નોર્વેના જેકબ ઈંગેબ્રિગ્ટસેન (1500, 5000 મીટર) સહિતના 11 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

વર્લ્ડ એથ્લેટ્સ ઓફ ધ યર માટેનું મતદાન શનિવારે 28 ઓક્ટોબરે મધ્યરાત્રિએ બંધ થઈ જશે. મતદાન પ્રક્રિયાના સમાપન પર, 13-14 નવેમ્બરના રોજ વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા પાંચ મહિલા અને પાંચ પુરૂષ ફાઇનલિસ્ટની જાહેરાત કરવામાં આવશે. વિજેતાઓને 11 ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવશે.

ત્રણ રાઉન્ડના મતદાન બાદ ફાઇનલિસ્ટ થશે નક્કી

‘મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ માટે ત્રણ રાઉન્ડના મતદાન બાદ વિજેતાની જાહેરાત કરવામાં આવશે. એવોર્ડના વિજેતાનો નિર્ણય વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલ અને વર્લ્ડ એથ્લેટિક્સ પરિવાર તેમજ ચાહકોના મત દ્વારા કરવામાં આવશે. ચાહકો વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેમનો મત આપી શકશે. નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને 19મી એશિયન ગેમ્સમાં 88.88 મીટરનો જેવલીન થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે તે વધુ એક રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે.

વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલ અને વર્લ્ડ એથ્લેટિક્સ ફેમિલી ઈમેલ દ્વારા તેમનો મત આપશે, જ્યારે ચાહકો વર્લ્ડ એથ્લેટિક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન મત આપી શકે છે. દરેક નોમિની માટે વ્યક્તિગત ગ્રાફિક્સ આ અઠવાડિયે Facebook, X, Instagram અને YouTube પર પોસ્ટ કરવામાં આવશે; ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ‘લાઇક’ અથવા X પર રીટ્વીટને એક મત તરીકે ગણવામાં આવશે. વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલનો મત પરિણામના 50% માટે ગણાશે, જ્યારે વર્લ્ડ એથ્લેટિક્સ પરિવારના મત અને જાહેર મત દરેક અંતિમ પરિણામના 25% માટે ગણાશે.

આ પણ જાણો :Asian Gamesમાં નીરજ ચોપરાએ બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો

Back to top button