- નવરાત્રિના આયોજકોએ આ વર્ષે મેડિકલ કીટ ફરજિયાત પણે રાખવી પડશે
- આયોજકોએ આરોગ્ય વિભાગ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવો પડશે
- ભાજપના ડોકટર સેલના કાર્યકરો પણ ગરબા સ્થળે હાજર રહેશે
ગુજરાતમાં ગરબા આયોજકોએ સરકારને જાણ કરવી પડશે. તેમજ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન આવી છે. જેમાં ગરબા આયોજકો માટે રીવાઈઝ ગાઈડલાઈન છે. ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની સરકારને જાણ કરવી પડશે. તેમજ વિનામૂલ્યે આરોગ્ય વિભાગનો સ્ટોલ રાખવા દેવાની સૂચના છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સાત કરોડની છેતરપિંડીના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો
નવરાત્રિના આયોજકોએ આ વર્ષે મેડિકલ કીટ ફરજિયાત પણે રાખવી પડશે
નવરાત્રી તહેવારના પર્વને ધ્યાનમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં ગરબા આયોજકોએ અમુક માહિતીઓ સરકારને આપવાનું જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને હાર્ટ એટેકના વધતા જતા બનાવોને લઈને સરકાર દ્વારા આ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. મહત્વનું છે કે આ ગાઈડલાઈનનું પાલનગુજરાતના તમામ ગરબા આયોજકોએ કરવુ પડશે. આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. નવરાત્રિમાં આરોગ્ય વિભાગ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસો વધતા ખાસ માર્ગદર્શિકામાં સલાહ સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં નવરાત્રિના આયોજકોએ આ વર્ષે મેડિકલ કીટ ફરજિયાત પણે રાખવી પડશે.
આ પણ વાંચો: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચમાં વરસાદ વિધ્ન પાડશે
આયોજકોએ આરોગ્ય વિભાગ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવો પડશે
ઉપરાંત ગરબા આયોજકો માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરાઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગરબા આયોજકોએ આરોગ્ય વિભાગ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવો પડશે અને ગ્રીન કોરિડોરની વ્યવસ્થા પણ રાખવી પડશે. આ ઉપરાંત સેવા, તાત્કાલિક સારવાર જેવી બાબતોને લઈને સરકારે બીજી સૂચનાઓ જાહેર કરી છે. ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થા માટે તંત્રને જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખેલૈયાઓની સાથે સૌથી વધુ ચિંતા હેલ્થ વિભાગને પણ લાગી રહ્યો છે. જેનું મુખ્ય કારણ વધતાં હાર્ટ એટેકના કેસ છે. યુવાનોમાં હાર્ટએટેકના કેસ વધી રહ્યા છે તેને જોતાં રાજ્ય સરકાર તરફથી નવરાત્રી આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ભાજપના ડોકટર સેલના કાર્યકરો પણ ગરબા સ્થળે હાજર રહેશે
આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોને સૂચનાઓ આપવામાં આવશે. જેનમાં તમામ ગરબાના આયોજન સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવવાથી લઈ, દર્દીઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડી શકાય તેના અંગે વ્યવસ્થા કરવાની રહેશે. આ સાથે CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવા માટેની પણ વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે. જ્યારે બીજી તરફ હોસ્પિટલોમાં પણ સમયસર સારવાર મળી રહે તેના માટે તમામ સ્થાનો પર હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના અપાશે. તેમજ ડૉક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહે તેની કાળજી રાખવાની રહેશે. જ્યારે ભાજપના ડોકટર સેલના કાર્યકરો પણ ગરબા સ્થળે હાજર રહેશે તેવી પણ જોગાવાઈ કરવામાં આવી છે.