અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પહેલા અમદાવાદ પોલીસની જાહેર જનતાને અપીલ

  • સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક કે ધાર્મીક લાગણી દુભાય તે પ્રકા૨ની પોસ્ટ કરવી નહીં 
  • તમામ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ૫૨ ક્રાઇમ બ્રાન્ચની ચાંપતી નજર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે વર્લ્ડ કપની મોટી રાઇવલરી ભારત-પાકિસ્તાનની મેચ યોજવાની છે. જેને પગલે બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. એવામાં અમદાવાદ પોલીસની સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર જનતા માટે અપીલ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે જાહેર જનતાએ  સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક કે ધાર્મીક લાગણી દુભાય તે પ્રકા૨ની પોસ્ટ કરવી નહીં તેમજ ખોટી અફવાઓ ફેલાવવી નહીં. તમામ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ૫૨ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી

  1. “ભારત-પાકીસ્તાન” ક્રિકેટ મેચના સંદર્ભમાં કોઇ પણ ઉશ્કેરણીજનક કે કોઈ ધર્મની ધાર્મીક લાગણી દુભાય તે પ્રકા૨ની ટીપ્પણી/ બેનરોમાં લખાણ / કોઇ પણ અફવા કે ખોટા મેસેજ સોશિયલ મીડીયામાં મોકલવા કે ફોરવર્ડ કરવા નહિ.
  2. પર્સ, મોબાઈલ ફોન, કેપ તેમજ જરૂરી દવાઓ જ સ્ટેડિયમમાં લઇ જઇ શકાશે. આ સિવાય તમામ ચીજ-વસ્તુઓ સ્ટેડિયમમાં લઇ જવી પ્રતિબંધિત રહેશે.
  3. વાંધાજનક કે કોઈ પણ ધર્મની લાગણી દુભાય તે પ્રકારની પોસ્ટ સ્ટેડિયમથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી નહિ.
  4. અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ૫૨ આ અંગે સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
  5. કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરશે અથવા ખોટી અફવા કે ખોટા મેસેજ સોશિયલ મીડીયામાં વાય૨લ ક૨શે તો તેની વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

 

વર્લ્ડ કપની મોટી રાઇવલરી મેચ એટલે ભારત-પાકિસ્તાન મેચ

ભારતે વર્લ્ડ કપ 2023માં તેની આગામી એટલે કે ત્રીજી મેચ અમદાવાદમાં પાકિસ્તાન સામે રમવાની છે. બંને ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે.  ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું.ત્યારબાદ અફઘાનિસ્તાન સામે પણ ૮ વિકેટે શાનદાર જીત થઈ હતી. ત્યારે હવે શનિવારે યોજાનારી ભારત પાકિસ્તાન મેચમાં શું થશે તે જોવાનું રહ્યું.

ભારત-પાકિસ્તાન મેચના દર્શકો જાણી લો આ બાબતો 
1. સ્ટેડિયમમાં દર્શકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
2. બપોરે 12.30 કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે
૩. પ્રેક્ષકો માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરુરી દવા મેચ દરમ્યાન સાથે રાખી શકશે
4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડીકલની સુવિધા કરેલી છે તે સિવાયની કોઈ પણ વસ્તુ મેચ દરમ્યાન સાથે રાખી શકાશે નહીં

 

આ પણ જાણો :‘ઓપરેશન અજય’ હેઠળ ઈઝરાયેલથી 212 ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ પહોંચી ભારત

Back to top button