અમદાવાદ : આગામી લોકસભાની ચુંટણીને લઈને ફર્સ્ટ લેવલ ચેકિંગનો યોજાયો વર્કશોપ
ELECTION 2024 : આગામી લોકસભાને લઈને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા એક તરફ બેઠકો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે તાજેતરમાં EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગનો જિલ્લા કલેક્ટર્સનો વર્કશોપ યોજાયો હતો.
EVMની તૈયારી બાદ, મુખ્ય નિર્વાચન અધિકારી મતી પી. ભારતી દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રની તૈયારીઓની ચર્ચા-સમીક્ષા કરવા માટે રાજ્યમાં 10 ઝોનમાં મુલાકાત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના પ્રથમ સોપાન તરીકે આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી , જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલ તથા CEO કચેરીની ટીમ દ્વારા અમદાવાદ જિલ્લાની 21 મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી.
ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટ પ્લાન તૈયાર રાજ્યોને સુચના
ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટ પ્લાન (TIP) તૈયાર કરવા તમામ રાજ્યોને સુચના આપવામાં આવેલ છે.
TIP હેઠળ મતદાનની ટકાવારી વધારવા માટે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા રાજ્યની 182 વિધાનસભા બેઠકોને 09 ક્લસ્ટર્સમાં ગ્રુપ કરીને ઓછા મતદાનના કારણો શોધીને મતદાન જાગૃતિ માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેની અમલવારીથી મતદાતાઓ મતદાન મથકે આવે અને મતદાન કરે તેવા પ્રયત્નો કરવામાં આવનાર છે.
મતદાર યાદી સુધારણા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યા
ઉપરાંત આગામી સ્પેશિયલ સમરી રિવિઝન કાર્યક્રમ 27/10/2023 થી શરૂ થઈ રહ્યો છે તેમાં મતદાર યાદી સુધારણા અંગે મતદાર નોંધણી અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું મતદાન મથકોએ મતદારો માટેની સુવિધાનો રિવ્યુ કરીને રેમ્પ, સ્વચ્છતા વગેરે બાબતોમાં ખૂબ જ કાળજી લેવા અધિકારીઓને તાકીદ કરી હતી.
આ પણ વાંચો : ભારત અને પાકિસ્તાન મેચને લઈને AMCનો મોટો નિર્ણય,AMTS તેમજ BRTSની ફ્રિકવન્સીમાં વધારો