ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવર્લ્ડ કપ

ભારત અને પાકિસ્તાન મેચને લઈને AMCનો મોટો નિર્ણય,AMTS તેમજ BRTSની ફ્રિકવન્સીમાં વધારો

Text To Speech

AHMEDABAD : ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળીં રાહ્યો છે. ત્યારે અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મોટી  સંખ્યામાં લોકોને મેચ દરમિયાન મેદાન સુધી પહોંચી શકે તે અને કોઈ અગવડ ન પડે તે માટે AMTS અને BRTSની ફ્રિકવન્સીમાં વધારો કરવાનો અમદાવાદ મનપાએ લીધો છે.

અમદાવાદ મનપાએ દર્શકો મેદાન સુધી પહોચી શકે તે માટે  અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી BRTS 45 બસો દોડતી હતી અને હવે 22 વધુ બસો વધુ દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ  બાદ કુલ 67′ બસો દોડાવામાં આવશે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોનું પલ્લું ભારે? સચિને શું કહ્યું?

મેટ્રોના સમયમાં પણ કરવામાં આવ્યો ફેરફાર

મેચના દિવસે મેટ્રો ટ્રેન સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે.રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખિત તારીખે રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.

પેપર ટિકિટની સુવિધા શરુ કરવામાં આવી

મેટ્રોમાં ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે 50નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે.

IND VS PAK -humdekhengenews

IND VS PAK -humdekhengenews

IND VS PAK -humdekhengenews

IND VS PAK -humdekhengenews

આ પણ વાંચો : વર્લ્ડ કપની ટિકિટના વેચાણમાં બેદરકારી: કોંગ્રેસનો આક્ષેપ

Back to top button