- ગુજરાત કોંગ્રેસે BCCI પર કાળાબજારીના આક્ષેપો કર્યા
- ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહીવટને લઈ પ્રેસવાર્તા કરી
ભારત-પાકિસ્તાનની ટિકિટની કાળાબજારીને લઈ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી આંજણા અને પ્રવિણસિંહ વણોલે BCCI પર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે,તેવા સમયે ભારતીય ક્રિકેટ બોર્ડની ઘોર બેદરકારી અને VIP ક્લચર ટિકિટો વેચાણ કરાતા મધ્યમવર્ગમાંથી આવતા યુવાનો ક્રિકેટ પ્રેમીઓ નારાજ થયા છે. આ ઉપરાંત ટિકિટોના વેચાણમાં ગોટાળા થયા છે તેમ પણ કહ્યું છે.
ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહીવટ અને ટિકિટોનાં કાળા બજાર વિષયને લઈને પ્રેસ વાર્તા કરવામાં આવી.@cricketworldcup #IsraelPalestineConflict @GulabsinhRajput @HarpalSinhINC @IG_Gohil_ pic.twitter.com/ilXAJivfaE
— Mukesh Anjana (@MukeshAnjana16) October 12, 2023
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ વધુમાં જણાવ્યું કે જ્યારે વર્લ્ડ કપની ઉદ્ઘાટન મેચ હતી ત્યારે બુક માય શોમાં દેખાડવામાં આવ્યું હતું કે મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી, પરંતુ તે મેચમાં માત્ર દોઢ હજાર જેટલા પ્રેક્ષકો હાજર હતા. તે શું પ્રેક્ષકો બાબરું ભૂત બનીને મેચ જોઈ હશે એ પણ સવાલ થાય છે? ખરેખર તો કોઈ મોટી ગોલમાલ છે અને જો ભારત પાકિસ્તાનની ટિકિટ બ્લેકમાં વેચે છે, તો વેચનાર પાસે આટલી ટિકિટ આવી કેવી રીતે ? ભારત-પાકિસ્તાનની મેચમાં ક્રિકેટ પ્રેમીઓને નારાજ કર્યા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ મનફાવે તેમ વર્તન કરીને VIP લોકોને વેચાણ કરવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ બોર્ડમાં બેઠેલા હોદેદારોએ નારાજ કર્યા: કોંગ્રેસ
વધુમાં કહ્યું કે, ભારત પાકિસ્તાન મેચની ટિકિટો બ્લેકમાં વેચાઈ રહી છે ED-CBI ને કાળું ઘન દેખાતું નથી. Book My Show પર બે કલાક સુધી વેઇટિંગ રહેવા છતાં ટિકિટો મળી નથી અને ટિકિટ એક મિનિટમાં 18 હજાર જેટલી વેચાઈ જાય છે તે પણ શંકા ઉપજાવે છે. ટિકિટો વેચાણ કરવામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજ પર રાફડો ફાટ્યો છે અને બેફામ રીતે મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને લૂંટવામાં આવ્યા છે. ભારત પાકિસ્તાન વચ્ચે મેચમાં રીતસર ક્રિકેટ પ્રેમીઓને ભારતીય ક્રિકેટ બોર્ડમાં બેઠેલા હોદેદારોએ નારાજ કર્યા છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ભારત પાકિસ્તાન મેચની ટિકિટોનાં કાળા બજાર કરનાર અનેક લોકો છે તેનો સૌથી મોટો ભોગ યુવાનો અને વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા છે.
ક્રિકેટ બોર્ડ પર કાળા બજારીના આક્ષેપો કર્યા
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પ્રવીણસિંહ વણોલ કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું વેચાણમાં ભારે ગોલમાલ થઈ છે અને બિન અનુભવી માણસને ભારતીય ક્રિકેટ બોર્ડનો વહીવટ સોંપવામાં આવ્યો છે તેનું પરિણામ છે. લોખંડી પુરુષ સરદાર પટેલનું નામ હટાવી નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે, આપણે ત્યા ડમી રાઇટરો, નકલી રીતે નોકરી મેળવનારાઓની સંખ્યા ઓછી નથી અને હવે ક્રિકેટની ટિકિટો પણ બાકાત રહી નથી અને કાળા બજાર કરીને વિદ્યાર્થીઓને અને યુવાનોને બેફામ લૂંટવામાં આવ્યા છે અને ભારતીય ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. આ સરકારમાં બધું નકલી થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે.
વધુમાં પ્રવીણસિંહ વણોલે કહ્યું હતું ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનાં વેચાણમાં ભારતીય ક્રિકેટ બોર્ડ ગેરરીતિ કરવામાં સામેલ હોય એવુ લાગે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વર્લ્ડકપ મેચની નકલી ટિકિટનો પર્દાફાશ, ચાર આરોપી ઝડપાયા