ટ્રેન્ડિંગધર્મ

સર્વ પિતૃ અમાસ: પિતૃ દોષ હોય કે શનિની સાડાસાતી, આ ઉપાય આપશે રાહત

  • સર્વપિતૃ અમાસના દિવસે પિતૃઓના નામ પર કરવામાં આવતા કેટલાક ઉપાયો શુભ ફળ આપે છે. તેનાથી જીવનની તમામ પરેશાનીઓનું પણ નિવારણ થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

ભાદરવાની અમાસ 14-10-2023ના રોજ શનિવારે છે. ભાદરવા મહિનાની આ અમાસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. તે શનિવારે આવતી હોવાથી શનૈશ્ચરી અમાસ પણ કહેવાય છે. આ દિવસે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ છે. સર્વપિતૃ અમાસના દિવસે પિતૃઓના નામ પર કરવામાં આવતા કેટલાક ઉપાયો શુભ ફળ આપે છે. તેનાથી જીવનની તમામ પરેશાનીઓનું પણ નિવારણ થાય છે અને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

પિતૃઓને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો

  • રોજગારીની શોધ કરી રહેલા લોકો સર્વપિતૃ અમાસના દિવસે લીંબુને ઘરના મંદિરમાં રાખે. રાતે સાત વખત પોતાના માથેથી ઉતારીને તેને ચાર ભાગમાં કાપી લો અને ચાર રસ્તા પર ચારેય રસ્તાઓમાં ફેંકી દો.
  • સર્વપિતૃ અમાસની સાંજે ઘરના ઇશાન કોણમાં ગાયના ઘીનો દીવો કરો અને ધ્યાન રાખો કે લાલ રંગના દોરાનો ઉપયોગ ન કરવો. દીપકમાં કેસર અને કાળા તલ નાંખી દો આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
  • અમાસની રાતે તેલ ચોપડેલી રોટલી કાળા કુતરાને  ખવડાવો. જો કૂતરો તે જ સમયે રોટલી ખાઇ લે છે તો દુશ્મનો તમારાથી દૂર જ રહેશે.
  • આ દિવસે દારૂ, તામસિક ભોજન, જુઠ્ઠુ બોલવુ, અનૈતિક કાર્ય વગેરેથી દૂર રહેવું, નહીંતર પિતૃઓ નારાજ થશે.
  • સર્વપિતૃ અમાસની રાતે પીપળાના ઝાડ નીચે કાચુ દુધ, બે લવિંગ, કાળા તલ રાખી દો. નકારાત્મક શક્તિઓ દુર થશે અને મનોકામના પૂર્ણ થશે.
  • પિતૃઓના નામનું તર્પણ અને શ્રાદ્ધ કરો, ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવો. સાથે કાળી કીડીઓને ખાંડ ભેળવેલો લોટ પણ ખવડાવો.

સર્વ પિતૃ અમાસ: પિતૃ દોષ હોય કે શનિની સાડેસાતી, આ ઉપાય આપશે રાહત hum dekhenge news

શનિની સાડાસાતીમાંથી છુટકારો મેળવવા શનૈશ્વરી અમાસે કરો આ ઉપાય

  • પિતૃ પક્ષમાં ગાયની સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શનિવારે પિતૃ અમાસના દિવસે કાળી ગાયની સેવા કરો. સરસવના તેલના બુંદીના લાડુ ગાયને ખવડાવો. આમ કરવાથી શનિ દોષથી છુટકારો મળશે.
  • શનિવાર અને પિતૃ અમાસના દિવસે આ વખતે સાચી શ્રદ્ધાથી શનિદેવની પૂજા કરો. શનિ અમાવસ્યા પર શનિદેવના મંદિરમા જાવ અને સરસવના તેલનો અભિષેક કરો. શનિ સ્ત્રોતનો પાઠ કરો. કાળા તલ અને નીલા ફૂલ અર્પિત કરો. આમ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળશે.
  • કાળી વસ્તુઓનું દાન કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે. અડદની દાળ, કાળા કપડા, કાળા ચણા કે કાળા તલનું જરૂરિયાતમંદને દાન કરો.

કરો પિતૃ કવચનો પાઠ

પિતૃ કવચનો પાઠ કરવો ખૂબ જ શુભ છે. પિતૃપક્ષ દરમિયાન તેનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પિતૃપક્ષ દરમિયાન પિતૃ કવચનો પાઠ કરી શકતા નથી, તો સર્વ પિતૃ અમાસના દિવસે ચોક્કસપણે ‘પિતૃ કવચ’નો પાઠ કરો. તેનાથી તમારા પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને વંશમાં વૃદ્ધિના આશીર્વાદ પણ મળે છે. પિતૃદોષથી પીડિત લોકો માટે પિતૃ કવચનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચોઃ નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન શું ખાવું કન્ફ્યુઝ છો? આ રહ્યા ઓપ્શન

Back to top button