ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

આણંદમાં શુક્રવારે પ્રિ-વાયબ્રન્ટ સમિટનું આયોજન

Text To Speech

આણંદ: આગામી વર્ષે યોજાનાર સમિટમાં રાજ્યના વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં ખેડા જિલ્લાના ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી ખેડા જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં આવતીકાલે ૧૩ ઓકટોબર ૨૦૨૩ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નડિયાદના ઇપ્કોવાલા હોલ ખાતે આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે.

જે જિલ્લા પ્રભારી મંત્રી અને ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પ્રિ-વાયબ્રન્ટ સમિટ ખેડા – ૨૦૨૩માં એક્ઝીબીશનન્સ, ક્રેડિટ – લીકેજ સેમિનાર, એક્સપોર્ટ સેમિનાર, ઓડીઓપી સેમિનાર, સંદર્ભે સંબંધિત કામગીરી શરૂ કરવામાં આવી છે. પેનલ ડિસ્કસ, સ્ટાર્ટઅપ સેમિનાર, બીટુજી અને બીટુસી મીટીંગ તેમજ બિઝનેસ ટુ બિઝનેસના આયોજનની કામગીરી તેમજ મધ્યમ અને નાના ઉદ્યોગોના ઉદ્યોગકારો, રોકાણકારો,અગ્રણી વેપારીઓને વિવિધ સેમીનાર અને કાર્યક્રમોમાં હાજર રહેવા સંદર્ભે સંબંધિત વિભાગો દ્વારા વાતચીત સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

આ ઉપરાંત, પ્રિ -વાયબ્રન્ટ સમિટ ખેડા – ૨૦૨૩ અંતર્ગત કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ, ખેડા જિલ્લાના તમામ ધારાસભ્ય તેમજ જિલ્લાના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ, લઘુ ઉદ્યોગ ચાલક વેપારીઓ અને સખીમંડળની મહિલાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો : મોરબીમાં ૧૫મીથી શરુ થશે સ્વચ્છતા અભિયાન

Back to top button