અભિનેત્રીથી લઈને સામાન્ય નાગરિકો પણ ઈઝરાયેલમાં તેમના સગા માટે ચિંતિત
- અભિનેત્રી મધુરા નાઈક દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો
- પરિવારના 300 સભ્યો ઈઝરાયેલમાં ફસાયા હોવાનું જણાવ્યું
- UP સરકારને મેરઠના પરિવારે પુત્ર, પુત્રવધૂ-પૌત્રીને ઇઝરાયલથી પરત લાવવાની કરી વિનંતી
ટેલિવિઝન શોથી જાણીતી અભિનેત્રી મધુરા નાઈક દ્વારા બુધવારે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં મધુરા નાઈક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના પરિવારના 300 સભ્યો ઈઝરાયેલમાં ફસાયેલા છે. હાલ ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુધ્ધને કારણે થોડા દિવસો પહેલા જ તેના પિતરાઈ ભાઈ અને ભાભીને ગુમાવ્યા છે. તો મેરઠના શૈલદા ગામમાં એક પરિવારે ઉત્તર પ્રદેશ સરકારને તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રીને ઇઝરાયલથી સુરક્ષિત રીતે પાછા લાવવા માટે મદદની વિનંતી કરી છે જ્યાં તેઓ ઇઝરાયેલી દળો અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈ વચ્ચે ફસાયેલા છે.
300 સભ્યો ઇઝરાયેલમાં ફસાયા હોવાનો અભિનેત્રીનો ખુલાસો
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેના એક ઇન્ટરવ્યુમાં મધુરા કે જેની માતા ઇઝરાયેલી અને પિતા હિંદુ છે તેણે કહ્યું હતું કે, હજુ પણ તેના પરિવારના લગભગ 300 સભ્યો ઇઝરાયેલમાં અટવાયેલા છે.
તેના પિતરાઈ ભાઈના મૃત્યુ વિશે વાત કરતા, મધુરાએ હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યું કે, “મારા પરિવારે મને તેમના ગુમ થયાની જાણ કરી અને 24 કલાક પછી જ તેમના મૃતદેહની ઓળખ થઈ હતી. તેમની સાથે કારમાં બેઠેલા તેમના બાળકોને ફરજ પરના અધિકારીઓ પાછા લઈ ગયા હતા.
View this post on Instagram
અભિનેત્રીએ કહ્યું કે, “દુર્ભાગ્યવશ પરિસ્થિતિ હંમેશા ઇઝરાયેલમાં આવી રહી છે, અમે હંમેશા આવી ઘણી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. મારો પરિવાર ચિંતિત છે કે વસ્તુઓ કેવી રીતે વધશે. મને લાગ્યું કે મારી સોશિયલ મીડિયા પોસ્ટમાં તેના વિશે વાત કરવી જરૂરી છે. સુરક્ષા કારણોસર હું અત્યારે ક્યાં છું તે હું જાહેર કરી શકતી નથી, ન તો હું તમને કહી શકું છું કે ઇઝરાયેલમાં કયા સભ્યો અટવાયેલા છે. મારી પોસ્ટ પછી મને ખૂબ જ સાંપ્રદાયિક નફરત મળી રહી છે, અને તે આઘાતજનક છે કે લોકો નિર્દોષ જીવન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે, નિર્દોષ નાગરિકો મૃત્યુ પામે છે. મુંબઈમાં થયેલા 26/11 જેવો જ આ એક આતંકવાદી હુમલો છે.” અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, “છેલ્લા કેટલાક દિવસોથી તેને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી રહી છે. જો કે, તેણીએ શેર કર્યું કે તે ભારતમાં સુરક્ષિત અનુભવે છે.”
મેરઠના પરિવારની up સરકારને અપીલ
મળતા અહેવાલ મુજબ, ઉતરપ્રદેશના મેરઠ ગામના ખેડૂત ઓમવીર રંધાવાએ જણાવ્યું કે, તેમનો પુત્ર મોહિત, પુત્રવધૂ જયદીપ કૌર અને પૌત્રી કીરત અત્યારે સુરક્ષિત છે, પરંતુ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં મોટા પાયે નાગરિકોની જાનહાનિના અહેવાલો વચ્ચે પરિવાર નિંદ્રાધીન રાતો વિતાવી રહ્યો છે. હું હાથ જોડીને યુપી સરકારને અપીલ કરું છું કે, કૃપા કરીને મારા પુત્ર, તેની પ્રેગ્નેન્ટ પત્ની અને પુત્રીને પાછા લાવો.
આ પણ જુઓ :ઈઝરાયેલની મુલાકાત દરમિયાન બ્રિટનના વિદેશ મંત્રી માંડ-માંડ બચ્યા, જાણો એવું તે શું થયું ?