ઇઝરાયેલ-હમાઝ યુદ્ધ: ભારતનું ઑપરેશન અજય શું છે?
- ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના વચ્ચે યુદ્ધ ઉગ્ર બન્યું
- ફસાયેલા ભારતીયો ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલથી પરત ફરશે
- વિદેશ મંત્રી એસ.જયશંકરે ઓપરેશનની સમીક્ષા બેઠક કરી
ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે ઉગ્ર બનતા ભારત સરકાર ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે પ્રયાસો કરી રહી છે. ભારતીયોને પરત લાવવા ઓપરેશન અજય શરૂ કરાયું છે જેને લઈ વિદેશ મંત્રી ડૉ. એસ જ્યશંકરે ભારતીયોને પરત લાવવા માટે ‘ઓપરેશન અજય’ની તૈયારીઓની સમીક્ષા બેઠક કરી હતી. ઇઝરાયેલમાં હાલમાં 18 હજારથી ભારતીયો ફસાયેલા છે.
EAM @DrSJaishankar chaired a meeting today to review preparations for #OperationAjay. #TeamMEA stands ready to assist our citizens to return home. pic.twitter.com/zK0iTKFjob
— Arindam Bagchi (@MEAIndia) October 12, 2023
વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે X પર પોસ્ટમાં લખ્યું કે, “અમારા નાગરિકો કે જેઓ પાછા ફરવા માંગે છે તેમના ઇઝરાયેલથી પરત ફરવાની સુવિધા આપવા માટે #OperationAjay શરૂ કરી રહ્યા છીએ. ખાસ ચાર્ટર ફ્લાઇટ્સ અને અન્ય વ્યવસ્થાઓ મૂકવામાં આવી રહી છે. વિદેશમાં આપણા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.” 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધી 2300 લોકો મૃત્યુ પામ્યા છે અને મૃત્યુઆંકમાં વધારો થાય તેવી પણ શક્યતા છે. ઇઝરાયલ અને હમાસ એકબીજા પર હુમલો કરી રહ્યા છે ત્યારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ભારતીયોનું રહેવું મુશ્કેલ બન્યું છે. આ માટે ભારત સરકારે ઑપરેશન અજય ચલાવ્યું છે.
Launching #OperationAjay to facilitate the return from Israel of our citizens who wish to return.
Special charter flights and other arrangements being put in place.
Fully committed to the safety and well-being of our nationals abroad.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2023
ઑપરેશન અજય શું છે?
ઑપરેશન અજય ઇઝરાયેલમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે શરૂ કરવામાં આવેલ અભિયાન છે, તે કોઈ બચાવ કામગીરી નથી. આ ઓપરેશનમાં વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ તૈનાત કરવામાં આવી છે અને જરૂર પડ્યે નૌકાદળના જહાજો પણ તૈનાત કરવામાં આવશે. આ અભિયાનમાં જે ભારતીય આવવા માંગે છે તેમને જ પરત લાવવામાં આવશે. ઇઝરાયેલમાં હાલમાં લગભગ 18,000 ભારતીયો રહે છે. જેમાં 1,000 વિદ્યાર્થીઓ છે તેમજ વ્યાવસાયિકો અને વેપારીઓ છે. ઇઝરાયલથી પરત ફરવા ઇચ્છતા ભારતીય નાગરિકોની વાપસી માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યું છે.
મિડવેસ્ટ ઈન્ડિયામાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ જણાવ્યું છે કે, ઈઝરાયેલ સરકાર ‘ઓપરેશન અજય’માં તેલ અવીવમાં ભારતીય દૂતાવાસને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
In view of the ongoing developments in Israel and Palestine, a 24-hour Control Room has been set up at @MEAIndia to monitor the situation and provide information and assistance.
In addition, 24-hour emergency helplines have been set up at @indemtel & @ROIRamallah.
Press… pic.twitter.com/FpZqflngOh
— Arindam Bagchi (@MEAIndia) October 11, 2023
ઈમરજન્સી નંબર જારી:
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય લોકોની મદદ માટે ઈમરજન્સી નંબર જારી કરવામાં આવ્યો છે. ઇમરજન્સી નંબરો: 1800118797, +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988. આ સિવાય ઈમેલ પણ જારી કરવામાં આવ્યો : [email protected]
આ પણ વાંચો: ઇઝરાયેલમાંથી ભારતીય નાગરિકોને બચાવવા ઑપરેશન અજય શરૂ થશે