ભારતમાં બિમારીથી મૃત્યુ થવાનું બીજા નંબરનું મોટુ કારણ આ રોગ બન્યો
- સ્ટ્રોકથી મૃત્યુ પામનારાની સંખ્યામાં 50 ટકાનો તોતિંગ વધારો થશે
- હાલ વર્ષે 66 લાખ મોત 87 લાખને પાર થઈ છે
- ડાયાબીટીઝ તથા સ્મોકિંગ પણ સ્ટ્રોક માટેના રિસ્ક ફેક્ટર છે
ભારતમાં બિમારીથી મૃત્યુ થવાનું બીજા નંબરનું મોટુ કારણ સ્ટ્રોક છે. જેમાં સ્ટ્રોકથી મૃત્યુ પામનારાની સંખ્યા ત્રણ દાયકામાં 50 ટકા વધી જશે. હાલ વર્ષે 66 લાખ મોત 87 લાખને પાર થઈ છે. તેમજ ડિસ્લિપિડેમીયા, હાઈપર ટેન્શન, ડાયાબીટીઝથી સ્ટોકનું જોખમ વધે છે.
આ પણ વાંચો: અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘી મામલે AMC કમિશનરે કહી ખાસ વાત
ઈ.સ. 2050 સુધીમાં સ્ટ્રોકથી મૃત્યુ પામનારાની સંખ્યામાં 50 ટકાનો તોતિંગ વધારો થશે
ઉલ્લેખનીય છે કે LVO અર્થાત્ લોહીની નળી સાંકડી થવી, લોહી જામવું થાય છે. જેમાં ભારતમાં સ્ટ્રોક એ માણસનું કોઈ પણ બિમારીથી મૃત્યુ થવાનું બીજા નંબરનું મોટુ કારણ છે અને તેના કેસ અત્યંત ચિંતાજનક રીતે વિશ્વમાં અને ખાસ કરીને ભારત સહિત દક્ષિણ-પૂર્વ એશિયામાં વધી રહ્યા છે. તાજેતરમાં લાન્સેટના રિપોર્ટને ટાંકીને આઈ.સી.એમ.આર.એ જણાવ્યા મુજબ ઈ.સ. 2050 સુધીમાં સ્ટ્રોકથી મૃત્યુ પામનારાની સંખ્યામાં 50 ટકાનો તોતિંગ વધારો થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો: વર્લ્ડકપ 2023ની ભારત-પાકિસ્તાનની મેચને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન શરૂ
2019-20માં આશરે 122 લાખ સ્ટ્રોકના કેસો નોંધાયા
વિશ્વમાં 1990માં 46.60 લાખ, 2010માં 58.70 લાખ અને 2019-20માં આશરે 122 લાખ સ્ટ્રોકના કેસો નોંધાયા છે. ઈ.સ. 2020માં સ્ટ્રોકથી વિશ્વમાં 66 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા જે આંકડો ઈ.સ. 2050માં 97 લાખને પાર થઈ જવાની ભીતિ છે. સ્ટ્રોકથી થનારા મૃત્યુમાં આગામી ત્રણ દાયકામાં 86થી 91 ટકા વધારાનો અંદાજ છે. અર્થાત્ જો નક્કર પગલા અને જાગૃતિ સાથે તબીબી સેવાઓ સજ્જ ન થાય તો 50 ટકાનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારત-પાકિસ્તાન મેચ પછી પણ રહેશે આ વિસ્તારોમાં કડક બંદોબસ્ત
ડાયાબીટીઝ તથા સ્મોકિંગ પણ સ્ટ્રોક માટેના રિસ્ક ફેક્ટર છે
સ્ટ્રોક આવવાના અનેક કારણો છે જેમાં લાર્જ વેસલ ઈન્ટ્રાક્રેનિયલ અથેરોસેલરોસીસ અર્થાત્ એલ.વી.ઓ.ઈસેમીક સ્ટ્રોક અને તેનાથી થતા મૃત્યુનું મોટુ કારણ છે. જેમાં લોહીની નળી સાંકડી થઈ જાય છે, લોહી ગંઠાઈ (બ્લડ કોટ) જાય છે. હૃદય, મગજ કે પગ સુધી લોહી પહોંચતું નથી. ઉપરાંત ડિસ્લિપિડેમિયા કે જે સ્થુળતા, અનુચિત ખોરાક, વ્યાયામનો અભાવ વગેરેથી થાય છે તને જોખમ વધારે રહે છે. આ ઉપરાંત હાઈ બ્લડપ્રેસર (હાઈપર ટેન્શન) અને ડાયાબીટીઝ તથા સ્મોકિંગ પણ સ્ટ્રોક માટેના રિસ્ક ફેક્ટર છે.