ગુજરાતટોપ ન્યૂઝ

વર્લ્ડકપ 2023ની ભારત-પાકિસ્તાનની મેચને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન શરૂ

  • પશ્ચિમ રેલવેએ ક્રિકેટપ્રેમીઓને વિશેષ ટ્રેન દોડાવાની ભેટ આપી
  • અમદાવાદ એરપોર્ટ પર VVIP મુમેન્ટ પણ શરૂ થતાં સુરક્ષા વધારાઈ
  • 13મી ઓક્ટો.એ મુંબઈથી અમદાવાદ માટે વિશેષ સુ. ટ્રેન દોડાવાનો નિર્ણય

ગુજરાતના અમદાવાદ શહેરમાં રમાનાર વર્લ્ડકપ 2023ની ભારત-પાકિસ્તાનની મેચને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાશે. તેમજ પાકિસ્તાની ક્રિકેટરોની બસને પોલીસ, બોમ્બ અને ડોગ સ્ક્વોર્ડે ચેકિંગ કર્યું હતુ. અમદાવાદ એરપોર્ટ પર VVIP મુમેન્ટ પણ શરૂ થતાં સુરક્ષા વધારાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારત-પાકિસ્તાન મેચ પછી પણ રહેશે આ વિસ્તારોમાં કડક બંદોબસ્ત

અમદાવાદ એરપોર્ટ પર VVIP મુમેન્ટ પણ શરૂ થતાં સુરક્ષા વધારાઈ

પશ્ચિમ રેલવેએ ક્રિકેટપ્રેમીઓને વિશેષ ટ્રેન દોડાવાની ભેટ આપી છે. શહેરમાં રમાનાર વર્લ્ડકપ 2023ની ભારત-પાકિસ્તાનને પગલે ક્રિકેટપ્રેમીઓને સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. જેમાં રેલવે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ એરપોર્ટ પર VVIP મુમેન્ટ પણ શરૂ થતાં સુરક્ષા વધારાઈ છે. અમદાવાદ આવી પહોંચેલી પાકિસ્તાનની ટીમને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હોટેલ સુધી લઈ જવાયા હતા. આ પહેલાં ટીમની બસને પોલીસ, બોમ્બ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં ડબલ સિઝન વચ્ચે લોકો વાયરલ ઈન્ફેક્શનમાં લપેટાયા, રેકોર્ડબ્રેક દર્દીઓ નોંધાયા

13મી ઓક્ટો.એ મુંબઈથી અમદાવાદ માટે વિશેષ સુ. ટ્રેન દોડાવાનો નિર્ણય

પશ્ચિમ રેલવેએ ક્રિકેટપ્રેમીઓને વિશેષ ટ્રેન દોડાવાની ભેટ આપી છે. 13મી ઓક્ટો.એ મુંબઈથી અમદાવાદ માટે વિશેષ સુ. ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નં 09013 મુંબઈથી રાત્રે 9.30 વાગે ઉપડશે અને 15 ઓક્ટો.એ ટ્રેન નં 09014 અમદાવાદથી બપોરે 4 વાગે ઉપડશે. 12 ઓક્ટો.એ બુકિંગ ખુલશેે. મહત્વનું છેકે, અમદાવાદ આવતી ક્રિકેટ ટીમો માટે દિલ્હીથી વિશેષ બસો લવાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી દિવસમાં આ શહેરોમાં વરસાદની સંભાવના

હયાત બસોના રૂટો સિવાય વિવિધ રૂટો માટે વધુ 22 બસો મુકવાનો નિર્ણય

ભારત-પાક મેચને પગલે મોટેરાથી AMTS રાત્રે 8.30થી 1 વાગે સુધી મોટેરાથી વાસણા, મણીનગર, ઓઢવ, નારોલ અને ઉજાલા સર્કલ માટેની વિશેષ કુલ 50 બસો મુકશે. મેચના દિવસે સવારે 6થી રાત્રે 11 વાગે સુધી હયાત 11 વિવિધ રૂટોની કુલ 69 બસો દોડાવાશે. આ વ્યવસ્થા માટે 30 કર્મચારીઓ હાજર રહેશે. આ સાથે BRTS દ્વારા હયાત બસોના રૂટો સિવાય વિવિધ રૂટો માટે વધુ 22 બસો મુકવાનો નિર્ણય કરાયો છે.

Back to top button