ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયેલની મુલાકાત દરમિયાન બ્રિટનના વિદેશ મંત્રી માંડ-માંડ બચ્યા, જાણો એવું તે શું થયું ?

Text To Speech
  • દક્ષિણ ઇસરાયેલના ઓફકીમની મુલાકાતે હતા બ્રિટિશ વિદેશ મંત્રી
  • રોકેટ હુમલાનું સાયરન વાગતા વિદેશ મંત્રી અને હાજર અન્ય લોકો ભાગ્યા 

બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીની બુધવારે(11 ઓક્ટોબરે) ઈઝરાયેલની મુલાકાત દરમિયાન રોકેટ હુમલાથી માંડ-માંડ બચ્યા હતા. સમગ્ર ઘટનામાં ઇસરાયેલ દક્ષિણમાં આવેલા ઓફકીમમાં બ્રિટિશ  વિદેશ મંત્રીની મુલાકાત દરમિયાન રોકેટ હુમલાનું સાયરન વાગતાની સાથે જ વિદેશ મંત્રી અને તેમની સાથે હાજર અન્ય લોકો નજીકની બિલ્ડિંગમાં પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.

ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે શું જણાવ્યું ?

ઘટનાને લઈને ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું કે, “જ્યારે UK FM જેમ્સ ક્લેવરલી દક્ષિણ ઇઝરાયેલમાં આવેલા ઓફકીમની મુલાકાત લે છે, ત્યારે સાયરન વાગે છે જે આવનાર હમાસ રોકેટ ફાયરની ચેતવણી આપે છે. આ વાસ્તવિકતા છે જે ઇઝરાયેલીઓ દરરોજ જીવે છે.”

બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી શું કહ્યું ?

ઘટનાને પગલે બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, આજે લાખો લોકો દરરોજ શું અનુભવે છે તેની એક ઝલક મેં જોઈ છે. હમાસના રોકેટનો ખતરો દરેક ઇઝરાયેલી પુરુષ, સ્ત્રી અને બાળક પર રહે છે. આ કારણે અમે ઈઝરાયેલ સાથે ખભે ખભો મિલાવીને ઉભા છીએ.

અમેરિકાએ શસ્ત્રોનો પહેલો કન્સાઈનમેન્ટ મોકલ્યો ઈઝરાયેલ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ આધુનિક હથિયારોનું પ્રથમ કન્સાઈનમેન્ટ ઈઝરાયેલ મોકલ્યું છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયે બુધવારે વીડિયો અને તસવીરો જાહેર કરીને કહ્યું કે અમેરિકાથી હથિયારોનો પહેલો કન્સાઇનમેન્ટ લઇને કાર્ગો પ્લેન ઇઝરાયેલ પહોંચી ગયું છે. તે જ સમયે, હમાસના હુમલામાં અમેરિકન નાગરિકોના મૃત્યુની સંખ્યા 14થી વધીને 22 થઈ ગઈ છે.

 

આ પણ જાણો :મણિપુરમાં હિંસાને કારણે ઈન્ટરનેટ પર પ્રતિબંધ વધુ 5 દિવસ માટે લંબાયો

Back to top button