ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં ટ્રેન પાટા પરથી ઉતરતા મોટી દુર્ઘટના, શું ફરી કોઈ કાવતરું?

  • દિલ્હીથી કામખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ  
  • 21 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 4ના મૃત્યુ તો 100 ઘાયલ

બિહારના બક્સર જિલ્લામાં બુધવારે(11 ઓક્ટોબરે) રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી ગુવાહાટીના કામાખ્યા સ્ટેશન તરફ જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન બક્સર જિલ્લાના રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે રાત્રે 9.35 વાગ્યા આસપાસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેથી અત્યારસુધીમાં 4 લોકોના મૃત્યુ થયાં છે જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લગભગ 100 લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 20 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે પટના એઈમ્સમાં રિફર કરવામાં આવ્યા છે. આથી મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે. જ્યારે રેસ્ક્યૂ ટીમ દ્વારા રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે.

 

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોડી રાત્રે ટ્વીટ કરીને જાણકારી આપી કે, બચાવ કાર્ય પૂર્ણ થયુ છે. તમામ કોચની તપાસ કરવામાં આવી, મુસાફરોને આગળની મુસાફરી માટે સ્પેશિયલ ટ્રેન આપવામાં આવશે.

 

બક્સરના ડીએમ અંશુલ અગ્રવાલે જણાવ્યું કે, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પટના રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ અકસ્માત પાછળનું કારણ બહાર આવ્યું નથી.

 

ટ્રેનના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના પર ECR (ઈસ્ટ સેન્ટ્રલ રેલવે)ના જનરલ મેનેજર તરુણ પ્રકાશે કહ્યું કે, 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બચાવ કામગીરી ચાલી રહી છે. 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. અત્યારે અમારે પ્રાથમિકતા તબીબી સહાય પૂરી પાડવાની છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે. ટ્રેક રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે.

 

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના બાદ DDU પટણા રેલ રૂટ પ્રભાવિત થયો છે. ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. બનારસ અને પટના વચ્ચે દોડતી જન શતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી હતી. પટના અમદાવાદ સ્પેશિયલ ટ્રેન અને  જોગબની આનંદ વિહાર સુપરફાસ્ટ એક્સપ્રેસનો રૂટ પણ બદલવામાં આવ્યો હતો.

 

 

રેલવે પ્રશાસને હેલ્પલાઈન નંબર કર્યા જાહેર
પટના – 9771449971
દાનાપુર – 8905697493
આરા – 8306182542
કોમર્શિયલ કંટ્રોલ – 7759070004

અકસ્માતનું કારણ જાણવા મળશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે

બિહારના બક્સરમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દુર્ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ગુરુવારે(12 ઓક્ટોબરે) સવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, ‘મને આના સમાચાર મળતા જ મેં તુરંત જ રેલવે મંત્રી, NDRF, SDRF, બિહારના મુખ્ય સચિવ, જિલ્લા મેજિસ્ટ્રેટ વગેરે જેવા અધિકારીઓને જાણ કરી. હું લોકોને અપીલ કરીશ કે મોટી સંખ્યામાં આવે અને પીડિત લોકોની મદદ કરે. આ ઘટનાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.

 

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના પર નજર રાખવામાં આવી રહી છે : CM હિમંતા બિસ્વા સરમા

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું, ‘મને આનંદ વિહારથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ 12506 પાટા પરથી ઉતરી જવાના સમાચાર મળ્યા છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને સ્થાનિક સત્તાવાળાઓ અને અન્ય એજન્સીઓ સાથે સંપર્ક કરી રહ્યા છીએ. તે જ સમયે, આસામના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કાર્યાલય રઘુનાથપુર ખાતે ટ્રેન નંબર 12506 ના દુર્ભાગ્યપૂર્ણ પાટા પરથી ઉતરી જવાની નજીકથી દેખરેખ રાખી રહ્યું છે અને બક્સરની જિલ્લા સત્તાવાળાઓ અને અન્ય એજન્સીઓના સંપર્કમાં છે.

 

તેજસ્વી યાદવની ઓફિસથી કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડિવિઝનલ હોસ્પિટલ જગદીશપુર અને શાહપુર હોસ્પિટલ ભોજપુરના મેડિકલ ઓફિસર અને અન્ય આરોગ્ય કર્મચારીઓ બચાવ અને રાહત કાર્ય માટે તૈયાર છે. રોહતાસ, બક્સર અને ભોજપુર જિલ્લામાંથી એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ઘાયલોની પણ આરા સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ જાણો :ઇઝરાયેલમાંથી ભારતીય નાગરિકોને બચાવવા ઑપરેશન અજય શરૂ થશે

Back to top button