ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

IND VS AFG: અફઘાનિસ્તાન ટીમે ભારતને આપ્યો 273 રનનો ટાર્ગેટ

IND VS AFG: ICC ક્રિકેટ વર્લ્ડ કપની આજે (11 ઓક્ટોબર) 9 મી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમે 8 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા છે.

અફઘાનિસ્તાન કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે અઝમતુલ્લા ઉમરઝાઈએ ​​62 રન બનાવ્યા હતા. ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 39 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ સાથે હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરને 1-1 સફળતા મળી હતી. ત્યારે હવે એક બ્રેક પછી ભારતીય ખેલાડીઓ મેદાનમાં ઉત્તરશે.

 

અગાઉ ભારતીય ટીમે વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે જીતી હતી. બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો. ત્યારે હવે એ જોવાનું એ રહેશે કે ભારતીય ખેલાડીઓ અફઘાનિસ્તાન ટીમનો આપેલ ટાર્ગેટ કેટલો જલદી પુરો કરે છે. ભારત-અફઘાનિસ્તાન મેચ ખુબજ રસભરી રહેવાની છે.

આ પણ વાંચો: બ્રેકીંગ : પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહોચી અમદાવાદ

ભારત-અફઘાનિસ્તાન મેચના આ છે ખેલાડીઓ:

ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, શાર્દુલ ઠાક.

અફઘાનિસ્તાન પ્લેઇંગ ઇલેવન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રિયાઝ હસન, રહેમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, ઈકરામ અલીખિલ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, અબ્દુલ રહેમાન, નવીન. ઉલ હક.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજ સુધી ચાર વખત થયો મુકાબલો:

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 3 ODI મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે બે મેચ જીતી છે. જ્યારે એક મેચમાં ટાઈ પડી હતી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની આ ચોથી વનડે મેચ હશે. તેમજ ભારતીય ટીમની દિલ્હીના મેદાનમાં આ ચોથી વખત વર્લ્ડ કપ રમશે. આ પહેલા ભારતીય ટીમે ત્રણમાંથી 2 મેચ જીતી હતી. 1996માં શ્રીલંકા સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: શુભમન ગિલને લઈને ભારતીય ટીમના બેટિંગ કોચે આપી માહિતી જાણો શું કહ્યું..?

Back to top button