શુભમન ગિલને લઈને ભારતીય ટીમના બેટિંગ કોચે આપી માહિતી જાણો શું કહ્યું..?
Shubman Gill : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ આજે અફઘાનિસ્તાન સામેની મેચ રમાઈ રહી ત્યારે હવે ભારતીય ઓપનર શુભમન ગિલ વિશે ભારતીય ટીમના કોચ વિક્રમ રાઠોડે હેલ્થને લઈને જાણકારી આપી છે.
શુભમન ગિલનો ડેન્ગ્યુ રીપોર્ટ આવ્યો છે પોઝિટીવ
ભારતીય ઓપનર શાનદાર ફોર્મમાં રહેલા શુભમન ગિલ વર્લ્ડ-કપની શરુઆત પહેલા ડેન્ગ્યુ રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જયારે શુભમન ગિલ ભારતની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી શક્યો ન હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન સામે પણ આજે પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં વર્લ્ડકપ મેચની નકલી ટિકિટનો પર્દાફાશ, ચાર આરોપી ઝડપાયા
શુભમન ગિલને હોસ્પિટલમાં કરાયો હતો દાખલ
શુભમન ગિલને ગઈ કાલે ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ પ્લેટલેટ્સ ઓછા થવાને કારણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ શુભમનગિલને થોડા કલાકો બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને ત્યાર બાદ તે હોટલ પરત ફર્યો હતો.
આ પણ વાંચો : બ્રેકીંગ : પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહોચી અમદાવાદ
શું કહ્યું કોચ વિક્રમ રાઠોડે..?
શુભમન ગિલ હાલ ડેન્ગ્યુ થવાના કારણે હાલ ટીમમાં સામેલ થયો નથી અને તે હોસ્પિટલમાં સારવાર બાદ પરત ફર્યો છે હવે ભારતના બેટિંગ કોચે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. તેને ચેન્નાઈની એક હોસ્પિટલમાં માત્ર તેને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તે હોટેલમાં પાછો ફર્યો છે, અને તે સાજો થઈ રહ્યો છે. તેની મેડિકલ ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે અને, અમને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે.
આ બાદ હવે પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલ રમવું મુશ્કેલ લાગી રહ્યું છે
શુભમન ગિલ સ્થાને ઇશાન કિશન કરી રહ્યો ઓપનિંગ
ભારતીય ટીમના ઓપનર તરીકે શુભમન ગિલના સ્થાને રોહિત શર્મા સાથે ઇશાન કિશન હાલ ઓપનિંગ કરી રહ્યો છે જેમાં ઓસ્ટ્રેલિયા સામે ઈશાન કિશન પહેલા બોલ પર વિકેટ ગુમાવી હતી અને અફઘાનિસ્તાન સામે આજની મેચમાં પણ તેને ઓપનિંગ કરવાની તક મળી શકે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં વર્લ્ડકપ મેચની નકલી ટિકિટનો પર્દાફાશ, ચાર આરોપી ઝડપાયા