મનોરંજન

‘તારે જમીન પર’ થી 10 પગલાં આગળ છે આમિર ખાનની આગામી ફિલ્મ

Text To Speech

પાર્ટીઓ અને સ્ક્રિનિંગમાં દેખાતા આમિર ખાને તાજેતરમાં તેની આગામી ફિલ્મની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેનું નામ સિતારે જમીન પર છે. ફિલ્મની વિગતો શેર કરતાં આમિર ખાને કહ્યું હતું કે, “હું આ ફિલ્મમાં અભિનય કરી રહ્યો છું અને એક બીજી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છું. અમે તારે જમીન પરની થીમ સાથે દસ ડગલાં આગળ વધી રહ્યા છીએ. તે ફિલ્મે તમને રડાવ્યા, આ ફિલ્મ તમને હસાવશે.તારે જમીન પર ફિલ્મમાં મેં દર્શિલના પાત્રને મદદ કરી હતી, પરંતુ આ ફિલ્મમાં નવ લોકો, તેમની પોતાની સમસ્યાઓ સાથે, મને મદદ કરશે.”

વધુમાં, આમિર ખાને તેના પ્રોડક્શન હાઉસ દ્વારા સમર્થિત સની દેઓલને દર્શાવતા પ્રોજેક્ટ વિશેની વિગતો પણ શેર કરી હતી. “હું એક મૂવી પ્રોડ્યુસ કરી રહ્યો છું જેનું દિગ્દર્શન રાજકુમાર સંતોષી કરશે. ફિલ્મનું નામ લાહોર 1947 છે અને સની દેઓલ આ ફિલ્મમાં લીડ રોલ કરશે. તે એવી વ્યક્તિ છે જેને હું મારી આખી જીંદગીથી પસંદ કરતો આવ્યો છું. હું માત્ર તે જ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છું. સની હીરો છે. તે ખૂબ જ સારી સ્ટોરી છે.”

આ પણ વાંચો : Bigg Boss 17: આ વખતે અલગ અને ખાસ છે કોન્સેપ્ટ, જાણો શું છે નવુ?

Back to top button