મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની કરી રહી છે તૈયારી
- PM કિસાન સન્માન નિધિ યોજનામાં નાના ખેડુતોને 6 હજારની જગ્યાએ સરકાર 8 હજાર આપવાની કરી રહી છે તૈયારી.
PM Kisan: મોદી સરકાર નાના ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM કિસાન સન્માન નિધિ યોજનામાં નાના ખેડૂતોને 6 હજાર રૂપિયા આપી રહી છે ત્યારે હવે તેને વધારીને 8 હજાર રૂપિયા કરી શકે છે. આ બાબતથી વાકેફ બે અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર નાના ખેડૂતોને વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિની રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. ડિસેમ્બર 2018માં સબસિડી કાર્યક્રમ શરૂ થઈ ત્યારથી મોદી સરકારે 11 કરોડ લાભાર્થીઓને કુલ 2.42 લાખ કરોડ રૂપિયા આપ્યા છે.
PM કિસાન સન્માન નિધિમાં આ અપડેટ અંગે નામ ન આપવાની શરતે આ અધિકારીઓએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે આ મામલો હજુ વિચારણા હેઠળ છે. જો તે મંજૂર થાય છે, તો આ યોજનાથી સરકારને 20,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. આ ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચ 2024 સુધીના કાર્યક્રમ માટે 60,000 કરોડ રૂપિયાના બજેટ ઉપરાંત હશે. જોકે, નાણા મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
ગરીબ પરિવારોને મોંઘવારીમાં રાહત આપવા સરકાર કરી રહી છે અનેક પ્રયાસો
અધિકારીઓ હવે DBT પ્રોગ્રામ હેઠળ વધુ ખેડૂતોને સામેલ કરવા નિયમો હળવા કરવાની ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવો પર અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. સરકાર ગરીબ પરિવારોને રાહત આપવા માટે અન્ય પગલાં પણ લઈ રહી છે, જેમ કે આવતા વર્ષે મફત અનાજ કાર્યક્રમનો વિસ્તાર કરવો અને નાના શહેરી આવાસ માટે સબસિડીવાળી લોન પર વિચારણા કરી રહ્યા છે. ગ્રામીણ આવકને અંકુશમાં લીધા પછી ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: વાયબ્રન્ટ સમિટઃ મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે ઉત્સુકતા દર્શાવી