ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

અમદાવાદમાં વર્લ્ડકપ મેચની નકલી ટિકિટનો પર્દાફાશ, ચાર આરોપી ઝડપાયા

Text To Speech
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી
  • આરોપીઓએ નકલી ટિકિટ વેચી 3 લાખની કમાણી કરી
  • પોલીસે 150થી વધુ ડુપ્લિકેટ ટિકિટ કબ્જે કરી

14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ICC મેન્સ વર્લ્ડ કપની નકલી ટિકિટ વેચનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. DCP ક્રાઈમ બ્રાન્ચ ચૈતન્ય માંડલિકએ જણાવ્યું છે કે, ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ડુપ્લિકેટ ટિકિટ વેચનારા ચાર આરોપીઓ પકડી લેવાયા છે. જેમાં જૈમિન પ્રજાપતિ મુખ્ય આરોપી છે. તેણે કુશ મીના અને રાજવીર ઠાકુર સાથે મળીને ડુપ્લિકેટ ટિકિટો છાપી હતી. તેમના પાસેથી 150 ટિકિટો જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ 50 લોકોને આ ટિકિટો વેચી છે. જેનાથી ત્રણ લાખ રૂપિયાની કમાણી પણ કરી છે. જોકે, આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ભારત-પાકિસ્તાનની મેચને લઈ ક્રિકેટ રસિકોમાં સ્ટેડિયમમાં જઈને મેચ જોવાની ઘેલછા હોય છે. પરંતુ કેટલાક લોકો લાભ ઉઠાવવા માટે કાળાબજાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક શખ્સોએ બનાવટી ટિકિટો વેચીને લોકોને છેતરાવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે હાલમાં પોલીસે આરોપીઓને ઝડપીને 150થી વધુ ડુપ્લિકેટ ટિકિટ કબ્જે કરી હતી.નોંધનીય છે કે, ટિકિટને લઈને એવી કાળાબજારી ચાલી રહી છે કે બે હજારની ટિકિટ 20 હજાર રૂપિયામાં જ્યારે 10 હજારની ટિકિટ એક લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ 14 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાનની બહુપ્રતિક્ષિત મેચ માટે 14,000 ટિકિટો જાહેર કરવાની જાહેરાત કરી હતી. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં પ્રશંસકોની ગેરહાજરી પર પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ બીજી તરફ, ભારત-પાક.મેચની ઉત્સુકતાને લઈ વધારાની ટિકિટ વેચવાનો નિર્ણય લેવાયો હતો.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ માટે BCCI વધુ 14,000 ટિકિટ ઈસ્યુ કરી, બુકિંગ શરૂ

Back to top button