ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PFI સામે NIAની કાર્યવાહી, ઉત્તર પ્રદેશ સહિત લગભગ એક ડઝન જગ્યાએ દરોડા

Text To Speech

 NIA: પ્રતિબંધિત સંગઠન PFI વિરુદ્ધ કાર્યવાહી કરતા NIAએ દેશમાં ડઝનબંધ સ્થળોએ દરોડા પાડ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોનો પણ સમાવેશ થાય છે.

PFI પર ગયા વર્ષે એન્ટી ટેરરિસ્ટ અનલોફુલ એક્ટિવિટી એક્ટ (UAPA) હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેસ નંબર 31/2022 હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો છે. આ મામલો હિંસક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં PFI, તેના નેતાઓ અને કાર્યકર્તાઓની સંડોવણી સાથે સંબંધિત છે. કેસ સાથે જોડાયેલા તમામ આરોપીઓ હિંસક અને ગેરકાયદેસર ગતિવિધિઓના હેતુથી પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાં એકઠા થયા હતા.

ક્યા સ્થળે NIAના દરોડા?

દિલ્હીના હૌજ કાઝી પોલીસ સ્ટેશન વિસ્તારના બલી મારન, રાજસ્થાનના ટોંક, તમિલનાડુના મદુરાઈ, ઉત્તર પ્રદેશના બારાબંકી, લખનૌ, બહરાઈચ, સીતાપુર અને હરદોઈ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. એજન્સીએ લખનૌના માડેગંજના બાડી પકરિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. બીજી તરફ NIAએ મુંબઈ, થાણે, નવી મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં લગભગ પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAની ટીમે અબ્દુલ વાહિદ શેખના વિક્રોલી સ્થિત ઘર ઉપરાંત મહારાષ્ટ્રના ભિવંડી, મુંબ્રા અને અન્ય ઘણા જિલ્લાઓમાં પણ સર્ચ કર્યું હતું.

એજન્સીએ વિક્રોલીમાં અબ્દુલ વાહિદ શેખ નામના વ્યક્તિના ઘરે પણ સર્ચ કર્યું હતું. 7/11 બ્લાસ્ટ કેસમાં વાહિદ શેખને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે NIAએ PFI માટે શંકાસ્પદ ઝુંબેશ અને ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકાના આધારે વિવિધ સ્થળોએથી લગભગ 7 થી 10 વ્યક્તિઓની અટકાયત કરી છે.

અગાઉ NIAએ રવિવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પરથી PFI શંકાસ્પદની અટકાયત કરી હતી. એજન્સીએ આ વ્યક્તિને કુવૈતની ફ્લાઈટમાં ચડવાનો હતો તે પહેલા જ પકડી લીધો હતો.

Back to top button