અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના કેસ વધ્યા ચાર દિવસમાં બે મોત
- છેલ્લાં કેટલાંક સમયથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો
- UHC, CHCમાં વાઈરલ ફીવરના રોજના 1200 દર્દી
- પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, કોલેરા અને વાઇરલ ફીવરના કેસોમાં વધારો
અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. જેમાં ડેન્ગ્યૂના કેસ વધ્યા છે. શહેરમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યૂના 110 કેસ સામે આવ્યા છે. તેમાં લાંભામાં એક યુવકનું મોત થયું છે. શહેરમાં ઝાડા ઊલટીના 90, કમળાના 23, ટાઇફોઇડના 104 કેસ સામે આવ્યા છે. ચાર દિવસમાં ડેન્ગ્યૂએ બેનો ભોગ લીધો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ સ્થાનિકો માટે કમાણીનું સાધન બની જશે
UHC, CHCમાં વાઈરલ ફીવરના રોજના 1200 દર્દી
UHC, CHCમાં વાઈરલ ફીવરના રોજના 1200 દર્દી આવે છે. અમદાવાદના પૂર્વ પટ્ટામાં આવેલા લાંભા વોર્ડમાં શાહવાડી વિસ્તારમાં કોઝી હોટલ પાસે રહેતા 26 વર્ષના એક યુવકનું મોત નીપજ્યું છે. આ યુવકને ડેન્ગ્યૂ થયો હતો અને તેને સારવાર માટે LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. છેલ્લાં ચાર દિવસમાં ડેન્ગ્યૂના રોગચાળાએ બે વ્યક્તિનો ભોગ લીધો છે. શનિવારે દાણીલીમડામાં મિલ્લતનગરમાં રહેતી 11 વર્ષની બાળકીનું ડેન્ગ્યૂના કારણે મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં આઈસક્રીમ રસિકો ચેતજો, નહિતર પસ્તાશો
છેલ્લાં કેટલાંક સમયથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદમાં છેલ્લાં કેટલાંક સમયથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે ઓક્ટોબરના8 દિવસમાં જ ડેન્ગ્યૂના 110 કેસ નોંધાયા છે. મેલેરિયાના 12, ફાલ્સિપારમનો 1, અને ચિકનગુનિયાના પાંચ કેસ નોંધાયા છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના 90, કમળાના 23, કોલેરાના 5, ટાઇફેઇડના 104 કેસ નોંધાયા છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોની સાથે સાથે વાયરલ ફીવરના કેસોમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. AMC અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં વાઈરલ ફીવરના દરરોજ 1200થી વધુ કેસો જોવા મળી રહ્યા છે. શહેરના વટવા, રામોલ હાથીજણ વોર્ડમાં કોલેરાના 5 કેસ નોંધાયા છે. શહેરમાં રોગચાળો વકરવાને પગલે મ્યુનિ. આરોગ્ય વિભાગની કામગીરી અંગે પ્રશ્નાર્થ સર્જાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં અલગ અલગ 20 સ્થળોએ ITના દરોડા
પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, કોલેરા અને વાઇરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળ્યો
હાલમાં પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, કોલેરા અને વાઇરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળ્યો છે. કોલેરાના કેસો સૌથી વધુ વટવા, રામોલ, હાથીજણમાં જોવા મળી રહ્યા છે જ્યારે ડેન્ગ્યૂના કેસોમાં દાણીલીમડા, ગોમતીપુર, લાંભા સહિતના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. હાલમાં બેવડી ઋતુના કારણે પાણીના રોગોનું પ્રમાણ વધી પગલે AMC કમિશનરે દ્વારા રોગચાળો વધુ છે ત્યાં તમામ જગ્યા પર ટીમો બનાવી અને ચેકિંગ હાથ ધરી સર્વે કરી રોગચાળો કાબુમાં લેવા માટે પગલાં લેવા સૂચના આપી છે.