- બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની તવાઈ
- બ્લિચિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કેયુર શાહના ત્યાં દરોડા
- 100થી વધુ અધિકારીની ટીમે તપાસ હાથ ધરી
અમદાવાદમાં અલગ અલગ 20 સ્થળોએ ITના દરોડા પડ્યા છે. જેમાં શહેરના કેમિકલના 2 વેપારીઓને ત્યાં ITના દરોડાથી વેપારીઓમાં અફરાતફરી મચી ગઇ છે. તેમજ બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર આવકવેરા વિભાગની તવાઈ આવી છે. બ્લિચિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કેયુર શાહના ત્યાં દરોડા પડતા સમગ્ર સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં આઈસક્રીમ રસિકો ચેતજો, નહિતર પસ્તાશો
તપાસમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના
ઉલ્લેખનીય છે કે 100થી વધુ અધિકારીઓની ટીમે તપાસ હાથ ધરી છે. જેમાં તપાસમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. ત્યારે અમદાવાદમાં ઇન્કમટેક્સનું ફરી સુપર ઓપરેશન શરૂ થયુ છે. દિવાળી પહેલા આ રેડથી મોટા કૌભાંડો સામે આવે તેવી શક્યતાઓ છે. બે કેમિકલના મોટા વેપારીઓને ત્યાં આવકવેરા ખાતાના દરોડાથી શહેરના તમામ વેપારીઓ સતર્ક થઇ ગયા છે. જેમાં બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ ઉપર આઇટીની તવાઈ શરૂ થઇ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ સ્થાનિકો માટે કમાણીનું સાધન બની જશે
100થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો
અમદાવાદના જાણીતા વેપારી કેયુરભાઈ શાહ સહિત કેમિકલના અનેક વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 20 થી પણ વધુ જગ્યાએ આવકવેરા ખાતાના દરોડા પડ્યા છે. આવકવેરા ખાતાનો 100થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. જેમાં તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના પણ અધિકારીઓએ વ્યક્ત કરી છે.