ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ સ્થાનિકો માટે કમાણીનું સાધન બની જશે

Text To Speech
  • દુકાનો અને ઘરના માલિકો પ્રેક્ષકોનો સામાન સાચવવા પેટે રકમ વસૂલ કરશે
  • સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો માત્ર મોબાઈલ અને પર્સ લઈને જઈ શકશે
  • માત્ર પાવર બેંક કે હેન્ડ્સ ફ્રી હોય તો તેનો ચાર્જ રૂ.50 લેવાય છે

અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચમાં આવનાર પ્રેક્ષકોનો સામાન સાચવી સ્થાનિકો તગડી કમાણી કરશે. જેમાં સ્ટેડિયમમાં મોબાઇલ અને પર્સ સિવાય કોઈ વસ્તુ લઈને અંદર જવા મળશે નહિ. તેમજ બેગ, પાવર બેંક, હેન્ડસ ફ્રી સહિતનો સામાન સાચવવા સ્થાનિક દુકાન અને ઘરો પૈસા વસૂલશે. તથા વિસ્તારના લોકો પાંચ હજારની આરામથી કમાણી કરે તેવો અંદાજ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ આવશે તેવી કરી આગાહી 

દુકાનો અને ઘરના માલિકો પ્રેક્ષકોનો સામાન સાચવવા પેટે રકમ વસૂલ કરશે

ભારત-પાકિસ્તાનની આ મેચ સ્થાનિક માટે કમાણીનું સાધન બની જશે. સ્ટેડિયમ આજુબાજુ આવેલી દુકાનો અને ઘરના માલિકો પ્રેક્ષકોનો સામાન સાચવવા પેટે રકમ વસૂલ કરશે. તેના કારણે આ વિસ્તારના લોકો પાંચ હજારની આરામથી કમાણી કરે તેવો અંદાજ છે. સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો માત્ર મોબાઈલ અને પર્સ લઈને જઈ શકશે. કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની બોટલ, બેગ, લાકડી, પાવરબેંક હેન્ડ્સ ફ્રી સહિત ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશે નહીં. આ ચીજવસ્તુઓ સ્ટેડિયમની આસપાસ આવેલી દુકાનો-ઘરોના લોકો પૈસા લઈને સાચવશે. જો કે આ બધી વસ્તુઓ પ્રેક્ષકો પોતાના જોખમે મૂકી શકે છે, કારણ કે કોઈ વસ્તુ મિસ થાય તો આ લોકો જવાબદારી લેતા નથી. પ્રેક્ષકોને માત્ર મોબાઈલ અને પર્સ લઈ જવાની જ પરમિશન મળે છે.

માત્ર પાવર બેંક કે હેન્ડ્સ ફ્રી હોય તો તેનો ચાર્જ રૂ.50 લેવાય છે

સ્ટેડિયમની આસપાસ 15 થી 20 જેટલી દુકાનો અને ઘરો પૈસા લઈને પ્રેક્ષકોની વસ્તુ સાચવી આપે છે. જેમાં પ્રતિ બેગ સાચવવાનો ચાર્જ 100 લે છે. માત્ર પાવર બેંક કે હેન્ડ્સ ફ્રી હોય તો તેનો ચાર્જ રૂ.50 લેવાય છે, પરંતુ બેગ સહિત અન્ય ચીજવસ્તુઓ હોય તો તેનો ચાર્જ 100 રૂપિયા લેવામાં આવે છે. પ્રેક્ષક જ્યારે બેગ મૂકી જાય અને જ્યારે લઈને પરત જાય ત્યારે તેઓ ચેક કરી લે પછી જ બેગ અપાય છે. આવા 20થી 25 જેટલા લોકો ઓછામાં ઓછા આવતા હોય છે. જેથી તેનો ચાર્જ લઈ અંદાજે રૂ.2,000થી રૂ.5,000 જેટલી કમાણી એક વ્યક્તિ કરી લે છે.

Back to top button