પાકિસ્તાન ક્રિકેટ ટીમે વન ડે વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. ટીમે વર્લ્ડ કપમાં પોતાના સૌથી મોટા લક્ષ્યનો પીછો કર્યો છે. વર્લ્ડ કપ 2023માં, પાકિસ્તાને મંગળવારે (10 ઓક્ટોબર) શ્રીલંકા સામે તેની બીજી મેચ રમી હતી, જેમાં તેણે 345 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 6 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં શ્રીલંકાએ 345 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકની સદીની મદદથી 48.1 રને મેચ જીતી લીધી હતી. આ પહેલા પાકિસ્તાને વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડ વનડેમાં 264 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. આ મેચ 1992ના વર્લ્ડ કપમાં રમાઈ હતી. તે સિઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન 1992 અને શ્રીલંકા 1996ની વર્લ્ડ કપ ચેમ્પિયન છે.
આ પણ વાંચો ઓનલાઈન ગેમિંગ અને ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગથી રૂ.700 કરોડથી વધુનો ટેક્સ મેળવાયો
પ્રથમ વખત વર્લ્ડ કપની મેચમાં 4 સદી ફટકારવામાં આવી
345 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 131 રન અને અબ્દુલ્લા શફીકે 113 રનની શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. જ્યારે શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ 2 વિકેટ ઝડપી હતી. આ મેચમાં કુલ 4 સદી ફટકારવામાં આવી હતી. રિઝવાન-શફીક ઉપરાંત કુસલ મેન્ડિસ (122) અને સાદિરા સમરવિક્રમા (108)એ પણ શ્રીલંકા તરફથી સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે એક જ મેચમાં 4 સદી ફટકારવામાં આવી હોય.
પાકિસ્તાનની વિકેટ આ રીતે પડી
પ્રથમ વિકેટ: ઇમામ ઉલ હક 12 રન, 16/1, બોલર- મદુશંકા
બીજી વિકેટ: બાબર આઝમ 10 રન, 37/2, બોલર- મદુશંકા
ત્રીજી વિકેટ: અબ્દુલ્લા શફીક 113 રન, 213/3, બોલર- પથિરાના
ચોથી વિકેટ: સઈદ શકીલ 31 રન, 308/4, બોલર- તિક્ષા
આ પણ વાંચો દેશભરમાં કરોડો Smartphones રણક્યા Emergency Aleart મેસેજથી
મેન્ડિસ અને સાદિરાએ તોફાની સદી ફટકારી હતી
પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવીને 344 રન બનાવ્યા હતા. ટીમ માટે કુશલ મેન્ડિસે 122 રનની સદી અને સદિરા સમરવિક્રમાએ 108 રનની ઇનિંગ રમી હતી. સ્ટાર ખેલાડી કુસલ મેન્ડિસે 65 બોલમાં સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 4 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. સદી બાદ મેન્ડિસે તોફાની ઇનિંગ્સ રમી હતી. હસન અલીની ઓવરમાં સતત 2 સિક્સર ફટકારી. પરંતુ તે પછીના બોલ પર ઇમામ ઉલ હકના હાથે કેચ આઉટ થયો હતો. કુસલે 77 બોલમાં 122 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. કુસલે સદિરા સમરવિક્રમા સાથે મળીને 69 બોલમાં 111 રનની ભાગીદારી કરી હતી. અંતમાં સાદિરાએ પણ 89 બોલમાં 108 રન બનાવ્યા હતા. પથુમ નિસાન્કાએ 51 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હસન અલીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
શ્રીલંકાની ટીમ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે જીતી શકી ન હતી
એમએસ ધોનીની ટીમના દિગ્ગજ ખેલાડી મહિષ તિક્ષિના શ્રીલંકાની ટીમમાં પરત ફર્યા હતા જે વિશ્વ કપના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનને હરાવવાનું લક્ષ્ય રાખતી હતી. તિક્ષિના ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તરફથી રમી ચૂકી છે. જો આ બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો વર્લ્ડ કપમાં અત્યાર સુધીની તમામ 8 મેચોમાં પાકિસ્તાને શ્રીલંકાને હરાવ્યું છે. એટલે કે અત્યાર સુધી શ્રીલંકા ક્યારેય વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી શક્યું નથી. આ વખતે પણ તેનું સપનું અધૂરું રહ્યું.
આ પણ વાંચો IND VS AFGની મેચમાં વરસાદ બની શકે છે વિઘ્ન,જાણો પ્લેઈંગ ઈલેવન
આ રીતે શ્રીલંકાની વિકેટ પડી
પ્રથમ વિકેટ: કુશલ પરેરા 0 રન, 5/1, બોલર- હસન અલી
બીજી વિકેટ: પથુમ નિસાંકા 51 રન, 107/2, બોલર- શાદાબ ખાન
ત્રીજી વિકેટ: કુસલ મેન્ડિસ 122 રન, 218/3, બોલર- હસન અલી
ચોથી વિકેટ: ચારિથ અસલંકા 1 રન, 229/4, બોલર- હસન અલી
પાંચમી વિકેટ: ધનંજય ડી સિલ્વા 25 રન, 294/5, બોલર- મોહમ્મદ નવાઝ
છઠ્ઠી વિકેટ: દાસુન સનાકા 12 રન, 324/6, બોલર- શાહીન આફ્રિદી
7મી વિકેટ: સાદિરા સમરવિક્રમા 108 રન, 335/7, બોલર- હસન અલી