IND VS AFGની મેચમાં વરસાદ બની શકે છે વિઘ્ન,જાણો પ્લેઈંગ ઈલેવન
IND VS AFG : ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ-કપમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.જયારે હવે ટીમ ઈન્ડિયાએ ODI ક્રિકેટમાં અફઘાનિસ્તાન રમશે. જે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
અફઘાનિસ્તાન લડશે પ્રથમ જીત માટે
અફઘાનિસ્તાનએ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની હાર બાદ ભારતીય ટીમ સામે પ્રથમ જીત માટે મેદાનમાં ઉતરશે.જયારે ભારતીય ટીમ અને કેપ્ટન રોહિત શર્મા સતત બીજી જીત માટે પ્રયાસ કરશે.
જોકે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ઘણી રોમાંચક બની શકે છે.
ભારતે ઓસ્ટ્રેલિયા સામે મેળવી હતી જીત
ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ 2023માં પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેમાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું.જ્યારે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સામે તેની પ્રથમ મેચ હાર્યા બાદ ભારત સામે રમશે. પરંતુ અફઘાન ખેલાડીઓને ભારતની ધરતી પર રમવાનો ઘણો અનુભવ છે અને આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને ટક્કર આપી શકે છે. બંને ટીમ આવતીકાલે એટલે કે 11મી ઓક્ટોબરે દિલ્હીમાં આમને-સામને થશે.
આ પણ વાંચો: 1975 થી 2019 સુધીમાં કોણ જીત્યું વર્લ્ડ કપ,જાણો એક કિલકમાં
અફઘાનિસ્તાન સામે ભારતે રમી છે 3 મેચ
અફઘાનિસ્તાન સામે ભારતે જયારે 3 મેચ રમી છે ત્યારે આ સમયગાળા દરમિયાન ભારતે બે મેચ જીતી હતી, જ્યારે એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી.અફઘાનિસ્તાન હજુ સુધી વનડેમાં ટીમ ઈન્ડિયાને હરાવી શક્યું નથી અને ટીમ હવે પોતાની પ્રથમ વનડે જીતની શોધમાં મેદાનમાં ઉતરવા જઈ રહી છે.આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ODI ક્રિકેટમાં અફઘાનિસ્તાન પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે કઈ ટીમ જીતશે.
પિચ રિપોર્ટ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. નાની બાઉન્ડ્રીને કારણે અહીં બેટ્સમેનોને વધુ ફાયદો થાય છે. આ સિવાય આ પીચ પણ ધીમી છે. જેના કારણે સ્પિનરોને પણ મદદ થઇ શકે છે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ અને નવરાત્રી ઉપર વરસાદની શક્યતાઃ કોણે કરી આગાહી?
ભારત અને અફઘાનિસ્તાન મેચ ક્યાં જોઈ શકશો
ભારત વિ અફઘાનિસ્તાન મેચ હોટસ્ટાર પર જોઈ શકશો જયારે ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત થશે.
વરસાદની રહશે આગાહી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં દિલ્હીનું હવામાન ક્રિકેટ ચાહકોને થોડા દુઃખી કરી શકે છે. હવામાન વિભાગે 11 ઓક્ટોબરે દિલ્હીમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. જો આમ થશે તો મેચ ખોરવાઈ શકે છે.
ODI વર્લ્ડ કપ માટે ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ODI વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાનની સંભવિત ટીમ
હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, રહેમત શાહ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી
આ પણ વાંચો: ICC WORLD CUP 2023: શું થયા નિયમમાં ફેરફાર? કઈ ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ?