ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

આ દિવસે દેશભરમાં માત્ર 99 રૂપિયામાં મળશે કોઈપણ ફિલ્મની ટિકિટ

Text To Speech

13 ઑક્ટોબર, શુક્રવારના રોજ ફિલ્મ રસિકોને મજા પડી જશે. કારણ કે નેશનલ સિનેમા ડે ની ઉજવણીમાં દેશભરમાં ટિકિટની કિંમત માત્ર 99 રૂપિયા હશે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ગયા મહિને દેશભરમાં 4 હજારથી વધુ સ્ક્રીન પર 99 રૂપિયામાં ફિલ્મ માણવાની જાહેરાત કરી છે. જેમાં VR INOX, સિનેપોલિસ, મિરાજ, સિટીપ્રાઈડ, એશિયન, મુક્તા A2, મૂવી ટાઈમ, વેવ, M2K, ડિલાઈટ અને અન્ય ઘણા થિયેટરો સામેલ છે. પરંતુ, આ ઓફર રિક્લિનર્સ અને IMAX અથવા 4DX જેવા પ્રીમિયમ ફોર્મેટ પર લાગુ થશે નહીં.

 

National Cinema Day_HumDekhengeNews
13 ઓક્ટોબરના દિવસે નેશનલ સિનેમના ડે (ફાઈલ ફોટો)

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આયોજિત આ ઇવેન્ટમાં 6.5 મિલિયન લોકો સામેલ થયા હતા. જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ જ્યારે લાખોની સંખ્યામાં એક દિવસે લોકોએ ફિલ્મ નિહાળી હોય. મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ X પર લખ્યું છે કે, ‘આ સ્પેશિયલ ડે તમામ ઉંમરના ઓડિયન્સને સિનેમેટિક ઈન્જોયમેન્ટ માટે એકસાથે લાવે છે. આ વર્ષે બોક્સ ઓફિસ પર મલ્ટીપ્લેક્સ ફિલ્મની સફળતાને ઉજવશે. આ સફળતામાં યોગદાન આપનારા તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ.’

 

તેઓએ એમ પણ જણાવ્યું કે ફૂડ અને બેવરેજીસ પર પણ “એક્સાઇટેડ” ઑફર્સ હશે. જો કે, કસ્ટમર્સે વધુ વિગતો જાણવા માટે જણાવેલા સિનેમાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલ પર જઈને માહિતી મેળવી શકે છે.ગયા વર્ષે નેશનલ સિનેમા ડે એ મૂવીની ટિકિટના ભાવ 75 રૂપિયા રાખવામાં આવ્યા હતા. જેની તુલનામાં આ વર્ષે ટિકિટના દર વધુ છે.

આ પણ વાંચો: અક્ષય કુમારની મિશન રાણીગંજ ફિલ્મથી પ્રભાવિત સેન્સર બોર્ડે દિલ ખોલીને કર્યા વખાણ

Back to top button