પ્લેટલેટ ઘટી જવાથી દાખલ કરાયેલા શુભમન ગિલને ચેન્નાઈની હોસ્પિટલમાંથી રજા અપાઈ
- શુભમન ગિલનો ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
- પાકિસ્તાન સામે રમવા અંગે સસ્પેન્સ છે યથાવત
ભારતીય ઓપનર શુભમન ગિલના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ જાણવા મળ્યું છે. જેમાં શુભમન ગિલને હવે મંગળવારે(10 ઓક્ટોબરે) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પહેલા ગિલનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પ્લેટલેટ્સ ઘટી જવાને કારણે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા જ શુભમન ગિલ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયાથી દૂર છે. ડેન્ગ્યુથી પીડિત શુભમન ગિલને પ્લેટલેટ્સ ઘટી જવાને કારણે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેને થોડા કલાકોમાં જ રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ થયા બાદ તે હોટલ પરત ફર્યો છે અને તેની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે.
Update: Shubman Gill has now been discharged from the Chennai hospital and is back in the hotel. He is doing fine and is own his way to recovery https://t.co/cDmGQH4GzT
— Kushan Sarkar (@kushansarkar) October 10, 2023
ક્રિકેટર શું પાકિસ્તાન સામેનો મેચ ગુમાવશે ?
ભારતીય ક્રિકેટર શુભમન ગિલની તબિયતમાં ભલે સુધારો જોવા મળ્યો હોય છતાં તેના ટીમ સાથે જલ્દી જોવા અંગેના કોઈ અણસાર લાગી રહ્યા નથી. અફઘાનિસ્તાન બાદ પાકિસ્તાન સામેના મુકાબલામાં તેના રમવા અંગે સસ્પેન્સ યથાવત છે. કારણ કે હાલની સ્થિતિને જોતા એવું લાગતું નથી કે શુભમન ગિલ ત્યાં સુધીમાં ફિટ થઈ જશે.
અફઘાનિસ્તાન સામેની મેચ નહીં રમે શુભમન ગિલ
અત્યારે પણ તેને હોસ્પિટલમાં દાલ કર્યા બાદ રજા આપવામાં આવી છે પરંતુ તે 14મી ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમે તેવી શક્યતા ઓછી છે. પરંતુ અફઘાનિસ્તાન સામે તે નહીં રમે તે નક્કી છે. તે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ પણ રમ્યો નહોતો.
આ પણ વાંચો :પાન મસાલા એડના વિવાદ પર અક્ષય કુમારે તોડ્યું મૌન