ટ્રેન્ડિંગનેશનલ

રાઘવ ચઢ્ઢાએ દિલ્હી HCમાં અરજી દાખલ કરીને બંગલા અંગે ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો

Text To Speech
  • રાઘવ ચઢ્ઢાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
  • અગાઉ નીચલી અદાલતે સ્ટે હટાવી લીધો છે
  • આપ નેતાનું કહેવું છે કે બિનજરૂરી હેરાન કરવામાં આવી રહ્યું છે

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ ટાઈપ-7 બંગલો ખાલી કરવાના પટિયાલા હાઉસ કોર્ટના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીને ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સંજીવ નરુલાની બેન્ચ સમક્ષ સુનાવણી માટે રજૂ કરાઈ હતી, જે બુધવારે તેને સૂચિબદ્ધ કરવા સંમત થઈ હતી. ચઢ્ઢાના વકીલે કહ્યું કે સંસદ સભ્યને નોટિસ પાઠવવામાં આવી છે અને બંગલો ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ તેમણે કહ્યું હતું કે નીચલી અદાલત દ્વારા સ્ટે લાદવામાં આવ્યો હતો પરંતુ હવે તેને હટાવી લેવામાં આવ્યો છે.

રાઘવ ચઢ્ઢા
Raghav Chadha: @PTI

બંગલો ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે

રાઘવ ચઢ્ઢાના વકીલે કહ્યું કે, સંસદ સભ્યને નોટિસ પાઠવવામાં આવી છે. બંગલો ખાલી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તેમણે કહ્યું કે પહેલા ટ્રાયલ કોર્ટ તરફથી સ્ટે હતો, પરંતુ હવે કોર્ટે તેને હટાવી દીધો છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા મારા તમામ સ્પષ્ટીકરણો ધ્યાનમાં લીધા બાદ નિવાસની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, આ બધું મને બિનજરૂરી રીતે નિશાન બનાવવા અને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

નીચલી અદાલતે આ આદેશ આપ્યો હતો

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચઢ્ઢાને આપવામાં આવેલ ટાઈપ-સેવન સરકારી બંગલો ખાલી કરવાના રાજ્યસભા સચિવાલયના આદેશ પરનો વચગાળાનો સ્ટે હટાવી દીધો હતો. સ્ટે હટાવતા કોર્ટે કહ્યું કે ટાઇપ-સેવન બંગલો આપ નેતાને વિશેષાધિકાર હેઠળ આપવામાં આવ્યો હતો. હવે, આ વિશેષાધિકારો પાછા ખેંચવાના અને બંગલાની ફાળવણી રદ કરવાના આદેશમાં બંગલામાં રહેવું વાજબી નથી. જેને લઈ AAP નેતાને આ સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: AAPના નેતાઓ EDના રડાર પર, અમાનતુલ્લા ખાનના ઘરે પાડયા દરોડા

 

Back to top button